Connect with us

Gujarat

સંકલ્પ યાત્રાના જીલ્લા પ્રભારી અને કેન્દ્ર સરકારના સંયુકત સચિવ ભબાનીપ્રસાદ

Published

on

Bhabaniprasad, District Incharge of Sankalp Yatra and Joint Secretary to Central Govt

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

  • ચાચક ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેશે

રાજયના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજયના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં જનજાતિય ગૌરવ દિનથી એટલેકે તા.૧૫ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થયેલ છે.

આ યાત્રા આવીરત ચાલુ જ છે જેને અધવચ્ચે સમીક્ષા કરવા માટે ખાસ દિલ્હીથી કેન્દ્ર સરકારના સંયુકત સચિવ આજે છોટાઉદેપુર જીલ્લાની મુલાકાત લેશે. ભારત સરકારના કોયલા મંત્રાલયના સંયુકત સચિવ ભબાની પ્રસાદ પાતીને ગુજરાતના ત્રણ જીલ્લાના પ્રભારી તરીકેનો ચાર્જ સોપવામાં આવ્યો છે આ માટે તેઓ ખાસ દિલ્હીથી દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જીલ્લાના પ્રવાસે છે. એક દિવસ રાત્રી રોકાણ કરી તેઓ છોટાઉદેપુરથી અમદાવાદ રોડમાર્ગે જશે ત્યાંથી તેઓ વિમાન માર્ગે દિલ્હી જવા રવાના થશે.

Advertisement

Bhabaniprasad, District Incharge of Sankalp Yatra and Joint Secretary to Central Govt

આ અભિયાનમાં ૧૭ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં સફળતાપૂર્વક નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવી રહી છે. આવતીકાલે તા.૦૯ ડિસેમ્બરે બોડેલીના ચાચકથી રથના ભ્રમણ દરમિયાન વડાપ્રધાનનો સંદેશ તથા સંકલ્પ વિડિયો પ્રસારિત કરવામાં આવશે. વિકસિત યાત્રા અન્વયે પ્રારંભિક મુવીનું પ્રસારણ, સાંસ્કૃતિક પ્રદર્શન, સ્થળ પર યોજનાકીય ક્વિઝ અને એવોર્ડ વિતરણ, લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરનું સન્માન, ગ્રામ પંચાયતની સિધ્ધિઓ લેન્ડ રેકોર્ડનું ૧૦૦ ટકા ડીઝીટાઇઝેશન, ઓડીએફ સ્ટેટસ, જલ જીવન મિશનના લાભ, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી વગેરે આયોજનો સંયુક્ત સચિવની હાજરીમાં કરવામાં આવશે. આ સાથે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામયાત્રા, ગ્રામસભાનું આયોજન, જનભાગીદારી સાથે સ્વચ્છતાના કાર્યક્રમ, શાળા-કોલેજો ખાતે સ્પર્ધાનું આયોજન, સ્થળ ઉપર યોજનાઓના લાભ આપવા કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે

ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ યોજનાઓનો લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવો, પ્રચાર-પ્રસાર દ્વારા રાજ્યની સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચાડવી, યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય એવા લાભાર્થીઓની નોંધણી કરવી, વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર – પ્રસાર થકી રાજયની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો છે.

Advertisement
error: Content is protected !!