Chhota Udepur

ભાભર ગામે મકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

Published

on

  • છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં આવેલ ભાભર ગામે ખેડૂતના ઘરમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા દર દાગીના અને ઘર વખરી બળી ખાખ થઇ ગઈ હતી

પાવી જેતપુર તાલુકાના કદવાલ ભાભરના વચલા ફળિયામાં રહેતા રાઠવા રીમાભાઈના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગવાથી ઘરવખરી તથા દાગીના અને રોકડ રકમ બળી ને ખાખ થઇ ગઈ હતી આગ લાગતા સ્થાનિક રહીશો તથા મરણ પ્રસંગમાં આવેલા મહેમાનો પણ હાથ વગા સાધન વડે પાણી છાંટી આગ બુજવવાના પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગની જ્વાળા આકાશમાં ઉપર સુધી ઊડતી હતી

આ આગ ના કારણે પરિવાર રોડ ઉપર આવી ગયુ આ બનાવથી પરિવારજનો હેબતાઈ ગયા હતા અને રોકકળ મચાવી હતી આગ લાગી ત્યારે સમયસૂચકતા વાપરી ઘરના લોકો બહાર દોડી આવતા તેઓનો આબાદ બચાવ થયો હતો સદર બનાવમાં કોઈ જાનહાની થઈ નથી

પ્રતિનિધિ પ્રીતમ કનોજીયા પાવી જેતપુર

Advertisement

Trending

Exit mobile version