Panchmahal
ઘોઘંબામાં ભાગ્યોદય હોસ્પિટલનુ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ઉદ્ઘઘાટન કરાયુ

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકામાં આજરોજ ગાયત્રી પરિવાર પીપલોદ ટ્રસ્ટ સંચાલિત ભાગ્યોદય હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજે દશેરાના શુભ અવસરે ઘોઘંબા સરકારી દવાખાના સામે બાળકો માટે રાહત દર નું હોસ્પિટલ શરૂ કરવામાં આવ્યું છે અધતન સુવિધાઓથી સજજ આ હોસ્પિટલમાં ચિલ્ડ્રન તેમજ પ્રસુતિ અને જનરલ વિભાગ શરૂ કરવામાં આવશે આજરોજ સવારના 11:00 કલાકે શુભ ચોઘડીએ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા પરોલી મેલડી માતાના ભગત કિશોરભાઈના વરદ હસ્તે રીબીન કાપી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
બાળકો માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે અહીંયા બાળકોને પેટીમાં મૂકવાથી લઈ તમામ પ્રકારની આધુનિક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.ઘોઘંબા પાવીજેતપુર તથા જાંબુઘોડા તાલુકા માટે આ હોસ્પિટલ વરદાન સમાન છે અગાઉ આ પંથકના લોકોને બાળકોની ઇમરજન્સી સારવાર માટે વડોદરા તથા અમદાવાદ જેવા શહેરોમાં જવું પડતું હતું તે સુવિધા હવે ઘોઘંબામાં મળી રહેશે આજના ઉદ્ઘઘાટન સમારોહમાં વિક્રમદાસ મહારાજ, ઘોંઘબાનાં સરપંચ નિલેશભાઈ વરિયા, નીલ સોની, ઘોંઘબાનાં નગરજનો તેમજ રાજકીય આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહ્યા હતા