Gujarat

જીવ ના જોખમે ભણસે ગુજરાત:ડાભસર ગામની પ્રાથમિક શાળા જર્જરિત

Published

on

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે આવેલ પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે છતાં જીવના જોખમે બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે મજબુર બન્યા છે.

સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે નાં સૂત્ર સાથે શિક્ષણનાં વિકાસની વાતો કરવામાં આવી રહી છે. અનેક પ્રયત્નો થકી શિક્ષણમાં સુવિધાઓ આપવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામમાં અંદાજે 50 વર્ષ જૂની પ્રાથમિક શાળા આવેલી છે. જે હાલ જર્જરિત અવસ્થામાં છે. જેને વર્ષો વિત્યા પછી પણ આજદિન સુધી નવીન બનાવવામાં આવી નથી. શાળા જર્જરિત હાલતમાં હોય આ શાળામાં ભણતા 75 થી વધુ જેટલા વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં 4 શિક્ષકો ફરજ બજાવે છે અને ધો. 1થી 8 સુધીના વર્ગોના બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે.

Advertisement

Bhanse at the risk of life Gujarat: The primary school of Dabhasar village is dilapidated

આ જર્જરિત શાળાની ઇમારતમાં તિરાડો પડવાથી ચોમાસા દરમિયાન ઓરડાઓમાં પાણી પડે છે. 2022 મા નવીન શાળા માટેની મંજૂરી આપવામાં આવી હતી, પણ અત્યાર સુધી શાળામાં કોઈ કામગીરી કરાઈ નથી. શાળાની કામગીરીને લઈને વારંવાર રજૂઆત કરાઈ છે, પણ કંઇ થયું નથી. વાલીઓ પણ જર્જરિત શાળામાં બાળકોને અભ્યાસઅર્થે મોકલતા ગભરાય છે. શાળાની દીવાલો જૂની છે તો છત પરના પતરા દયનિય સ્થતિમાં છે અને ઓરડાના ફ્લોરિંગ પણ ઉખડી ગયા છે. આવી પરિસ્થિતિમા બાળકો અને શિક્ષકો ભયભીત શાળામાં શિક્ષણ માટે મજબુર બન્યા છે.

Bhanse at the risk of life Gujarat: The primary school of Dabhasar village is dilapidated

આવી પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે શું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે શાળાની જર્જરિત ઇમારત ઉતારી નવીન ઇમારત બનાવવામાં આવે તેવી ગ્રામજનો તેમજ વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. હાલ તો ડાભસર ગામની શાળામાં વહીવટી તંત્ર દ્વારા મુલાકાત લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

Advertisement

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર

Advertisement

Trending

Exit mobile version