National
ભરત બારીયા એ ગંગાઘાટ ઉપર ગંગા મહા આરતીનું નૃત્ય કરી વિદેશીઓને ઘેલા કર્યા
(સુરેન્દ્ર શાહ દ્વારા)
ભરત બારીયા જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માં મહાકાલીના આરતી નું નૃત્ય નિહાળી પંચમહાલના મોરલાનું બિરુદ અર્પણ કર્યું હતું તેવા વિશ્વવિખ્યાત નૃત્ય કલાકાર ભરત બારીયા દ્વારા ઉત્તરાખંડ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ પ્રસંગ ભારત સરકાર દ્વારા આયોજિત G20 સમિતમાં વિશ્વમાંથી આવેલા મહાનુભાવો તથા ઉત્તરાખંડના મંત્રીઓ સમક્ષ પરમાર્થ નિકેતન આશ્રમ ગંગાઘાટ ખાતે ભરત બારીયા અને તેના સહયોગી નૃત્યકાર અક્ષય પટેલ દ્વારા ગંગાઘાટ પર યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગીરથી ગંગાજીની મહા આરતીનું નૃત્ય પ્રસ્તુત કરી મહાનુભાવો તથા સ્થાનિક દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા તાલીઓના ગડગડાટ વચ્ચે ભારતીય સંસ્કૃતિનું ભાથુ પીરસી ભારતની સંસ્કૃતિની મહાનતાના દર્શન કરાવ્યા હતા.
સાથોસાથ મહાનુભાવો દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરા અને તેની ભવ્યતાના મ્હોંફાટ વખાણ કરવામાં આવ્યા હતા આ પરિવારને નૃત્ય કલા વારસામાં મળી હશે તેવું નક્કી થાય છે અને તેઓ દ્વારા તેનું ભાવથી જતન કરવામાં આવે છે તેનો તાજો દાખલો ભરત બારીયા ની પુત્રી રવિતા દ્વારા પરદેશમાં કેનેડાનો સૌથી મોટો સાંસ્કૃતિક ઉત્સવ કારાસીંગડી ફેસ્ટિવલ તારીખ 27 અને 28 ના રોજ કેનેડા ખાતે ઉજવવામાં આવ્યો હતો જેમાં ભારત તરફથી ભરત બારીયા ની દીકરી રવિતા અને તેની નૃતિયાવલી ટીમ દ્વારા રવીતા તાંડવ અને કૃષ્ણ વંદના નૃત્ય કલા રજૂ કરી પંચમહાલ હાલોલ અને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું હતું આ પરિવાર દ્વારા ભારતની સંસ્કૃતિ અને નૃત્ય કલાને આજીવન સજીવ રાખવાનું મહાન કાર્ય કરવામાં આવે છે જે ખરેખર દેશ અને રાજ્ય માટે ગૌરવ રૂપ કાર્ય છે જેને ભારતના તમામ વર્ગો દ્વારા વખાણ કરવામાં આવે છે જે હાલોલ નું ખરેખર ગૌરવ છે અને હાલોલ નું મોરપીંછ છે.