Gujarat
કેજરીવાલના ખભે બેસેલા ભરત રાઠવા કુબેર ડીંડોરનો હાથ પકડી ભાજપમાં જોડાયા
ઘોઘંબા તાલુકામાં આમ આદમી પાર્ટીને ખોળે ખોટ સર્જાતા હાલોલ વિધાનસભા 2022 ના આમ પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવા ગુજરાત રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ પહેરી ભાજપમાં વિધિવત રીતે જોડાતા ભાજપમાં ખુશી અને આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો છે આજરોજ ઝોઝ મુકામે યોજાયેલા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તથા હાલોલ ધારાસભ્ય જયદ્ર્થસિંહ પરમાર ના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા
2022 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને તેઓ 23,800 મતો મેળવી બીજા સ્થાને રહ્યા હતા એક સમયે ભાજપની જીતવા માટે સૌથી મોટી સમસ્યા ઊભી કરનાર ભરત રાઠવા છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં જોડાશે તેવી અટકણો તે જ બની હતી ત્યારે આજે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના કાર્યક્રમમાં આમ આદમી માંથી મોટા નેતા બનેલા ભરત રાઠવા ભાજપમાં જોડાતા અટકળોનો અંત આવ્યો હતો
ભાજપ પ્રવેશ થી ભાજપમાં કોઈ ઉચ્ચ હોદ્દો અપાશે તેવી ચર્ચાઓ આ વિસ્તારમાં ઉઠી છે ઝોઝ ખાતે યોજાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”માં હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ હેમંત રાઠવા સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા