Chhota Udepur
સજવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું
પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઘરઆંગણે લાભ મળી રહે તે માટે ગામડે ગામડે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ પરિભ્રમણ કરી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના સજવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા સજવા ગ્રામ પંચાયત દ્વારા ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં એસ.બી.એમ યોજના અંતર્ગત સજવા જુથ ગ્રામ પંચાયત ને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણ પત્ર આપવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પી.એમ.યુ.વાય.-૧૫, એસ.એચ.સી. નિદર્શન, જૈવિક ખેતી, આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિશાન યોજના, ઓ.ડી.એફ., જલ જીવન મિશન, જન ધન યોજના, જમીન રેકર્ડ ડીઝીટાઇઝેશન યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પી.એમ.જે.એ.વાય., તથા આંગણવાડી પોષણ કીટ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા, મહામંત્રી કોળી ચંન્દ્રસિગભાઈ, માજી તાલુકા પ્રમુખ ભરતભાઈ, અને સજવા જુથ ગ્રામ પંચાયત ના સંરપચ શશીકપુર ભાઈ તેમજ ઉપસંરપચ સચિનભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.