Chhota Udepur

કવાંટના ભુમસવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વાજતે ગાજતે પ્રવેશ

Published

on

પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુરના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ” પહોંચાડી રહી છે. આ સંકલ્પ યાત્રાનું કવાંટ તાલુકાના ભૂમસવાડા ગામે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીનેઢોલ નગારા સાથે સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

Advertisement

આ તકે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘરઆંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. મહિલાઓ, યુવાનો, ખેડુતો સહિત ગરીબ-મધ્યમવર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે. આદિવાસી સમુદાય પણ આશીર્વાદરૂપ બની રહેલી આયુષ્માન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

“મેરી કહાની, મેરી જુબાની”થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાનો લાભ લેનારા કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટીએચઆના પેકેટથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનો જાગૃત કર્યા હતા. ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામુહિક શપથ લીધા હતા. નોંધનીય છે કે, સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોને યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

Advertisement

આ પ્રસંગે જેતપુર પાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ, સ્થાનિક અગ્રણીઓ-પદાધિકારીઓ, સરપંચો, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારી, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Trending

Exit mobile version