Connect with us

Chhota Udepur

પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ગણિતના શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

Published

on

Bhensavahi High School of Pavijetpur taluka held a grand farewell ceremony for a mathematics teacher.

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઇસ્કુલ ના ગણિત વિષયના શિક્ષક યોગેશભાઈ સોની નો સન્માન સહ વિદાય સમારંભ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને ભવ્યતાથી યોજવામાં આવ્યો હતો.
પાવીજેતપુર તાલુકાની પ્રથમ હરોળની શ્રી આદિવાસી માધ્યમિક શાળા ભેંસાવહીના આચાર્ય ડી. સી. કોલીના જણાવ્યા મુજબ ગણિત, વિજ્ઞાન વિષયના શિક્ષક યોગેશભાઈ સોની વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા હોય ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય તેમજ વનવાસી સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ એવા રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને ભવ્યતાથી સન્માન સહ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમયે શાળાના શિક્ષક વલ્લભભાઈ કોલી દ્વારા યોગેશભાઈ સોની જે લાલીના હુલામના નામથી ઓળખાતા હોય તેઓ સાથેના શાળાના સંસ્મરણો વાગોડિયા હતા.
કાર્યક્રમમાં અધ્યક્ષ એવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બોલતા જણાવ્યું હતું કે સોની સાહેબ નિવૃત્ત થઈ કારકિર્દી પૂરી કરી છે જ્યારે મારી કારકિર્દીની શરૂ થઈ છે. હું આશાવાદી હોઉં તેથી તમારે નિવૃત્તિ થવાનો નહીં પરંતુ પ્રવૃત્તિ કરવાનો સમય આવી ગયો છે. ઉપસ્થિત શિક્ષણ વિદોને જણાવ્યું હતું કે જિલ્લા માટે એક ગણિત, વિજ્ઞાન અંગ્રેજીનું હબ બનાવો અને ગરીબ આદિવાસી બાળકો વધુને વધુ આધુનિક શિક્ષણ મેળવી પ્રગતિ કરે તે માટેનું આયોજન કરવા આહવાન કર્યું હતું. શિક્ષણના ચાર પાયાના પિલર એવા સંસ્થા,શિક્ષક, વાલી અને બાળકો છે. સંસ્થા એ વડીલ છે કે શાળામાં શું જરૂર છે, સુવિધાઓની શું ઉણપ છે તે ચેક કરે છે અને એ પૂરી પાડે છે.

Advertisement

જ્યારે શિક્ષક શિક્ષણનું સિંચન કરે છે અને વાલી એ પણ સજા થઈને બાળકો કેવું ભણે છે તેને દેખરેખ રાખવાની જરૂર છે. અને આ તમામ પ્રોસેસમાં સૌથી મહત્વના એવા બાળકો છે જો આ બાળકો જ નહીં હોય તો કોઈ જ નહીં હોય. જેથી આ બાળકોને વધુ ને વધુ શિક્ષણ લઈ આગળ ધપવા આહવાન કર્યું હતું. તેમજ નિવૃત્ત થતા શિક્ષક યોગેશભાઈ સોનીને શુભેચ્છા પાઠવી જરૂર જણાય ત્યારે શાળાને મદદરૂપ થવા માટે જણાવ્યું હતું. પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માજી પ્રમુખ એવા ઉમેશભાઈ શાહે પ્રસંગને અનુરૂપ રમુજી વક્તવ્ય રજૂ કરી બાળકો સહિત તમામને ખુશ કરી દીધા હતા.
શાળાના તમામ કર્મચારીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા નિવૃત્ત થઈ રહેલા યોગેશભાઈ સોની નું સાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. શાળા શિક્ષક એચ.સી. મકવાણા દ્વારા સન્માન પત્ર વાંચવામાં આવ્યું હતું. તેમજ યોગેશભાઈ સોની દ્વારા શાળાના સંસ્મરણો વાગોડી, સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમયે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ પાવીજેતપુર મોન્ટુભાઈ શાહ, આચાર્ય સંઘ મંત્રી શાહિદભાઈ શેખ, શાળા વિકાસ સંકુલના કન્વીનર સંજયભાઈ શાહ, એપીએમસીના માજી પ્રમુખ ઉમેશભાઈ શાહ, પાવીજેતપુર કોલેજના આચાર્ય હર્ષદભાઈ રોહિત, બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલીતભાઈ વકીલ ભેંસાવહી ગ્રામ પંચાયતનાં સરપંચ હરેશભાઈ રાઠવા સહિત આજુબાજુ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!