Gujarat
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના નું ભોપાળુ, રાયણના મુવાડા ગામે રોડના નાળા ધોવાયા, કરશે કોન્ટ્રાક્ટરને ભોગવશે સરકાર
ઘોઘંબા તાલુકાના રાયણના મુવાડા ગામના રાઠવા ફળિયામાં જતો રોડ પહેલા નજીવા વરસાદમાં ધોવાઈ જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડના કામમાં મોટા પાયે ગેરરીતી કરી ગુજરાતના મુખ્યમંત્રીના નામને પણ લાંછન લગાડ્યું છે. સાત લેયરમાં રોડ બનાવવાનો હોય રોડ ઉપર ત્રણજ લેયર દેખાઈ રહ્યા છે. અકસ્માતના પગલે આ રસ્તો વાહન ચાલકો માટે બંધ કરાયો છે માર્ગ મકાન વિભાગ ના D.E આજરોજ આ સ્થળની મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરને નાળુ બીજું બનાવવાની માત્ર સૂચના આપી નામપૂરતી કામગીરી બતાવી સંતોષ માણ્યો છે.
રાયણના મુવાડા ગામના તળાવથી કંકોડાકુઇ સુધીનો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ થોડા દિવસો અગાઉ બનાવવામાં આવ્યો છે. જે નજીવા વરસાદમાં તૂટી જતા રોડના કામમાં મોટાપાયે ગેરરીતી કરવામાં આવી હોવાની પોલ ખુલી ગઈ છે આ રસ્તા ઉપર બનાવવામાં આવેલા નાળા ધોવાઈ જવાના કારણે રોજીંદી અવર-જવર કરતા વાહન ચાલકો માટે રસ્તો બંધ થઈ ગયોછે કાર જેવા સાધનો આ રસ્તે થી પસાર થાય તો આ રોડ બેસી જાય તેવી પરિસ્તીથી સર્જાઈ છે આ રસ્તા ઉપર ઠેર ઠેર ગાભડા જોવા મળ્યા છે. રોડના નાળા બિલકુલ હલકી કક્ષાના મટેરિયલથી બનાવવામાં આવ્યા છે જે હાથ લગાવતા તૂટી જાય છે. કામની વિગત દર્શાવતા બોર્ડ ઉપર સાત લેયરમાં રોડ બનાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે પરંતુ રોડની સાઈડ માંથી કામ સાત લેયરમાં થયું હોવાનું દેખાતું નથી. તદ ઉપરાંત ડામર રોડ પણ ગુંદર વિરાની સેલોટેપ જેવો છે જે પગ લગાવતા ઉખડી જાય છે. આ રસ્તાનો ઇજારો બી એન શાહ નામની કંપનીને આપવામાં આવ્યો છે જેણે ગુણવત્તા પ્રમાણે કામ ન કરતા રોડ ગણતરીના દિવસોમાં થોડા વરસાદમાં તૂટી ગયો છે આ રોડમાં ભ્રષ્ટાચાર કરવા માટે તંત્ર એ જ પ્રોત્સાહન આપ્યું હોય? તેવું અધિકારીઓની શંકાસ્પદ કામગીરીથી લાગી રહ્યું છે.
તૂટી ગયેલા રોડ અને નાણાંનું નિરીક્ષણ કરવા pwd ના ડેપ્યુટી ઇજનેર આવ્યા હતા તેમણે આટલા મોટા ભ્રષ્ટાચારને ગંભીરતાથી લીધો ન હતો અને કોન્ટ્રાક્ટરને હજી વધારે ગેરરીતી કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય અને નાના છોકરાને કેડે ઉપાડી જો બેટા આવું નહીં કરવાનું બકુડા તેવા લાડ લડાવી નાળુ બીજુ બનાવવાની સમજણ આપી કોઈપણ જાતની અન્ય તપાસ કર્યા વીના ત્યાંથી નીકળી ગયા હતા. ડેપ્યુટી ઈજનેરે રોડ કેટલા લેયરમાં બન્યો છે, કેવો બન્યો છે॰ તેની ગુણવત્તા કેટલી છે નાળા કેમ ધોવાઈ ગયા? રોડમાં શું ખામી હતી? નાળાનુ ચણતર હાથ લગાવતા તૂટી જાય છે. આવી કોઈ પણ જાતની તપાસ કર્યા વગર જ માત્ર નાળૂ બનાવવાની સૂચના આપી ત્યાંથી નીકળી ગયા હતા. D.E ની આ કામગીરી શંકાસ્પદ છે રોડની ભયાનક દશા જોઈ અધિકારીના પેટનું પાણી હાલ્યું નથી રોડમાં ભ્રષ્ટાચાર કરવા બદલ કોન્ટ્રાક્ટરને નોટીસ કે તેને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી PWD દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરશે ખરા તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલી ભગત હોય તો જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અધિકારી કાયદેસરના પગલાં ભરતા ખચકાટ અનુભવે તેવા જ 100% સાચી છે કોન્ટ્રાક્ટરે આ રોડ તૂટવાનું કારણ દર્શાવતા કહ્યું હતું કે આ રોડની સુરક્ષા માટે ડેપ્યુટી ઇજનેર પાસે સંરક્ષણ દિવાલ, નાળુ તથા બોક્સ કન્વર્ટની માગણી કરી હતી પરંતુ અધિકારીએ આમાંથી કોઈપણ કામ ના આપતા આ રોડ ધોવાઈ ગયા હોવાનુ જણાવી પરોક્ષ રીતે ડેપ્યુટી ઇજનેર ઉપર દોષ નો ટોપલો ઢોળ્યો હતો. અધિકારીએ સ્થળ ચકાસણી તો કરી પરંતુ કોન્ટ્રાક્ટર સામે કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા વીના ધોયેલા મૂળાની જેમ પાછા ફર્યા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના નામે કોન્ટ્રાક્ટરે સરકારનું લાખો રૂપીયાનુ દેવાળુ ફૂંકયુ છે.
ભ્રષ્ટાચારના મુદ્દાને લઇ મોદી સરકાર લઘુમતીમાં આવી ગઈ છે જો ગુજરાતમાં પણ સરકાર આ બાબતને ગંભીરતાથી નહીં લેતો દિલ્હી પછી આગામી સમયમાં પ્રજા ગુજરાતનો વારો કાઢે તો નવાઈ નહીં રોડના નામે કરી નાખશે કોન્ટ્રાક્ટર અને ભોગવશે સરકાર આદિવાસી ગામડામાં તો લોકોને એમ જ છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ આ રોડ બને છે જો આમાં ભ્રષ્ટાચાર થયો, રોડ તૂટી ગયો તો તેની જવાબદારી મુખ્યમંત્રી ઉપર આવશે અને મુખ્યમંત્રી ઉપર લોકો માછલા ધોશે જો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈપણ જાતના પગલાં લેવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં નહીં આવે તો ગામડાના લોકો એવું જ કહેશે કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રોડના રૂપિયા ખાઈ ગયા. કોન્ટ્રાકટર ની ભૂલ ગુજરાત ની ભાજપ સરકાર ને ભારે પડશે