Panchmahal
યાત્રાધામ પાવાગઢના ભૂદેવોએ બળેવ ઉત્સવ મનાવી જનોઈ બદલી

(દિપક તિવારી દ્વારા)
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના તહેવારના દિવસે જ બળેવનો ઉત્સવ પણ મનાવવામાં આવેછે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ભૂદેવો દ્વારા કંસારા જ્ઞાતિની ધર્મશાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના શરીર ઉપર ધારણ કરેલી જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી
બળેવનો ઉત્સવ ઉજવવા માટે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થઈ વૈદિક મંત્રોચાર અને પરંપરાગત રીતે જનોઈ ઉત્સવ ઉજવ્યો હતો