Gujarat
એરાલ ચોકડી ઉપર આવેલ RJ1 ભઠ્ઠા નો ભૂમાફીયા ઝફર કોતરોની માટી ચોરી ગેરકાયદેસર ભઠ્ઠામાં ઠાલવી રહ્યો છે

( અવધ એક્સપ્રેસ દ્વારા)
પરોલી હાલોલ રોડ ઉપર આવેલ કાલોલ તાલુકાના એરાલ ચોકડી ઉપર આર.જે.વન નામનો ભઠ્ઠો ભૂમાફીયા ઝફર ચલાવી રહ્યો છે. જે પોતાના ભઠ્ઠા માં માટી ખલાસ થઈ જતા બાજુમાં આવેલા કોતર ની માટી રાત્રિના સમયે ચોરી પોતાના ભઠ્ઠામાં ઠાલવી તે માટી થી ઈંટોનું ઉત્પાદન કરી ખાણ ખનીજ વિભાગ અને સરકારી તિજોરી ને લાખોનું નુકસાન પહોંચાડી રહ્યો છે
એરાલ ચોકડી ઉપર આવેલ આર.જે વન ભઠ્ઠા માં કોતર માથી ચોરી કરેલી માટી થી ઈંટોનું મોટાપાયે ઉત્પાદન થઈ રહ્યું છે. ભઠ્ઠો એરાલ ચોકડી ઉપર આવેલ કોતરને અડીને બનાવવામાં આવ્યો છે જેથી ભૂ માફિયા ઝફર કોતરની માટીનો ભઠ્ઠામાં ઈંટો બનાવવામાં ઉપયોગ કરી શકે અને કોઈ કાનો કાન ખબર પણ ના પડે ખેડૂતોને પટાવી ફોસલાવી તેમની ફળદ્રુપ જમીનો અમુક વર્ષની શરતે ભાડાપટ્ટે રાખે છે॰ ત્યારબાદ તેમાં ઈંટોનો ભઠ્ઠો ઊભો કરી ચીમની બનાવી તે જ જમીનની માટીનો ઈંટો બનાવવામાં ઉપયોગ કરે છે. ઝફરે ભાડાપટ્ટે રાખેલા સર્વે નંબરમાં મોટા પ્રમાણમાં માપ બહારનું ખોદકામ કરી બધી માટી ઈંટો બનાવવામાં વાપરી નાખી છે જેના કારણે ભાડે રાખેલા સર્વે નંબરમાં માટી ખલાસ થઈ જતા ભૂ માફીયા ઝફર હવે નજીકમાં આવેલ કોતરની માટી રાત્રિના સમયે ખનન કરી પોતાના ભઠ્ઠામાં નાખી રહ્યો છે. ચોમાસા પહેલા તેણે ભઠ્ઠા માં કોતર માથી ચોરેલી માટીનો સ્ટોક કર્યો હતો. તે માટી વપરાઈ જતા હવે નવી માટી ની જરૂર પડતાં ઝફર નજીક ના કોતરો ખોદી રહ્યો છે
શનિ અને રવિવારે સરકારી ઓફિસો બંધ હોવાનો લાભ લેવા ભૂમાફિયા ઝફર શનિવારે સાંજે 6:00 વાગ્યાથી ગેરકાયદેસર માટીનું JCB અને ટ્રેકટરો વડે ખોદકામ શરૂ કરાવે છે તે રવિવાર મોડીરાત સુધી ચાલે છે. રજાઓના દિવસો હોય એટલે અધિકારીઓ ઓફિસમાં ન હોવાનો ફાયદો ઉઠાવતો ચાલાક ભૂ માફિયા ઝફર સોના જેવી માટીની ચોરી કરી ખાણ ખનીજ વિભાગને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યો છે માટી ખનન મુદ્દે ચુપકીદી સેવી રહેલા સરકારી અધિકારીઓના હાથ ઝફરની મહેરબાનીથી બંધાયેલા છે ?
અત્રે ઉલ્લેખનીય છે કે ભઠ્ઠા માલિકો રસ્તા ઉપર માટી ના ઢગલા કરે છે પ્રથમ નજરે બિન વારસી લાગતા માટી ના ઢગલા ભઠ્ઠા માલીકોએ કર્યા છે જેથી સરકારી તંત્ર ની આંખ માં ધૂળ નાખી શકે