Panchmahal

મંત્રીમંડળ ટ્રસ્ટ મુંબઈ વડોદરા આણંદ દ્વારા ૬ દિવ્યાંગોને સાયકલ વિતરણ કરાઈ.

Published

on

મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઇ વડોદરા આણંદ દ્વારા સમાજસેવક શિક્ષક રાજેશકુમાર એમ.પટેલ મારફતે ઘોઘંબા સ્થિત નસવાડી,સંતરામપુર અને ઘોઘંબાના છ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને ટ્રાયસિકલનું અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ઘોઘંબા તાલુકા મામલતદાર બી. એમ. જોશી, તાલુકા વિકાસ અધિકારી કે.પી. પારગી તથા રાજકીય આગેવાનો સાથે કોર્ડીનેટર પ્રવીણસિંહ સોલંકી, દુધાપુરા શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સૌ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૈત્રી મંડળ ટ્રસ્ટ દ્વારા પંચમહાલ, દાહોદ અને મહીસાગર તથા વિવિધ જિલ્લાઓના દિવ્યાંગ લોકોને ટ્રાઈસિકલ તથા જુદી જુદી સેવાઓ અર્પણ કરીને ઉત્તમ કામગીરી કરી છે ત્યારે શિક્ષક રાજેશકુમાર પટેલને પણ અભિનંદન પાઠવ્યા હતા અને રાજેશભાઈ ની આ સામાજિક સેવા કરવા બદલ લંડન બ્રિટીશ હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા નોંધ લેવામાં આવી હતી અને તેનો વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવેલ. તે બાબતે સર્ટિફિકેટ અને મેડલ અર્પણ કરી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓના દ્વારા આજ દિન સુધી ૯૩ જેટલી સાયકલો દિવ્યાંગોને અપાવીને સૌના પરિવારમાં ઉજાસ પાથર્યો હતો.

Advertisement

Trending

Exit mobile version