National
મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા યોજાઈ બાઈક રેલી

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આડે હવે માત્ર છ દિવસ બાકી રહ્યા છે.લોકસભા ચૂંટણી મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લામાં તમામ દસ વિધાનસભા મત વિભાગમાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઈક રેલી યોજાઈ હતી.
આ બાઈક રેલીમાં મતદાન જાગૃતિના બેનર્સ,પ્લે કાર્ડ સાથે શિક્ષકો જોડાયા હતા અને મતદાન જાગૃતિનો સંદેશો શહેર જિલ્લાના મતદારોમાં ફેલાવ્યો હતો