Chhota Udepur

છોટાઉદેપુર માં બિરસા મુંડાની ૧૪૮ મી જન્મ જયંતી ધામધૂમ થી ઉજવાસે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

આદિવાસી મહાન નેતા અને સમાજમાં શૈક્ષણિક સ્તરે પ્રદાન આપનાર બિરસા મુંડાની આગામી ૧૫મી નવેમ્બરે ૧૪૮ મી જન્મ જયંતી ની ઉજવણીનાં ભાગરૂપે આજરોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામા આવી હતી જેમાં આદિવાસી સમાજનાં આગેવાનોએ સમાજને એક રૂપ થવા માટે હાકલ કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજના આગેવાનો અને સમાજના ભાઈ બધુઓએ ભેગા થઈને આદિવાસી સંગીતના તાલે જીલ્લા નાં અલગ અલગ વિસ્તારમાં બિરસા મુંડા જન જાગૃતિ યાત્રાનું આયોજન કર્યું હતું આદિવાસી સમાજે ૨૧ મી સદીમાં ઉત્તરોતર પ્રગતિ કરીને પોતાની પ્રતિભાને દર વખતે સાબિત કરી છે.

Advertisement

જેતપુરપાવી તાલુકાનાં પટાગણમાં મહાન ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડા ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ને ૧૪૮ મી બિરસા મુંડા જન્મ જયંતીના ભાગરૂપે જન જાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રો માં પ્રતિભાશાળી યુવાનો એ કાઠું કાઢ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઇઓ બહેનો રતનપુર તાલુકા સેવાસદન મેદાનમાં ભેગા થઇ જન જાગૃતિ યાત્રા આદિવાસી પરંપરાના વિવિધ સંગીત સાથે જેતપુર પાવી નગરમાં થઈને તેજગઢ દેવલીયા છોટાઉદેપુર, કવાંટ, પાનવડ નસવાડી, બોડેલી થઇ જેતપુર પાવી પહોંચી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો અને છોટાઉદેપુર ના ધારાસભ્ય રાજેન્દ્રસિહ રાઠવા ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Trending

Exit mobile version