Connect with us

Gujarat

બિશ્નોઈ પકડાયો ફોર્ચ્યુનરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ભાલેજ પોલીસના હાથે રંગેહાથ ઝડપાયો

Published

on

અલીણા ચોકડીથી પણસોરા તરફ આવતી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કારને પકડવા માટે ભાલેજ પોલીસે ઝાલાબોરડી પાટીયા નજીક વોચ ગોઠવી હતી. જોકે, પોલીસને જોઈને ચાલકે એકાએક ટર્ન મારતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. દરમિયાન કારમાં સવાર બે પૈકી એક ઈસમ ભાગી ગયો હતો. પોલીસે કારમાંથી 1.87 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અલીણા ચોકડીથી પણસોરા ચોકડી તરફ આવનાર એક સફેદ કલરની ફોર્ચુનર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો હોવા અંગેની બાતમી ભાલેજ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે પણસોરા ચોકડી ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ફોર્ચુનર ગાડી નંબર GJ 18 BD 1108 અલીણા તરફથી પુરઝડપે આવી પણસોરા ગામમા જવાના રસ્તે જતે રહી હતી. જેથી પોલીસની બીજી ટીમે ઝાલાબોરડી પાટીયા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન આ ફોર્ચ્યુનર કાર પુરપાટ ઝડપે આવતાં પોલીસે તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. દરમિયાન પોલીસને જોઈ આ ફોર્ચ્યુનર ગાડીના ચાલકે એકાએક ટર્ન મારતાં ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ગાડી ત્યાં જ ઉભી રહી ગઈ હતી. દરમિયાન ચાલક સહિત બે ઈસમો ગાડીમાંથી ઉતરીને ભાગવા લાગ્યાં હતાં. જેથી પોલીસે તેમને પકડવા માટે પીછો કર્યો હતો. જેમાં ગાડીના ચાલક ભજનલાલ બુધારામ બિશ્નોઈ (રહે. કાલુપુરા વિસ્તાર, તા-સાંચોર જિ-જાલોર, રાજસ્થાન) ને પોલીસે ઝડપી લીધો હતો. જોકે અન્ય એટ ઈસમ ખેતરાળ રસ્તે ભાગી ગયો હતો.

Advertisement

પોલીસે આ પકડાયેલા ચાલક ભજનલાલને સાથે રાખી ગાડીની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1850 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 1,87,560, ફોર્ચ્યુનર ગાડી કિંમત રૂપિયા 7,00,000, એક મોબાઈલ કિંમત રૂપિયા 10,000 તેમજ રોકડા રૂપિયા 1710 મળીને કુલ રૂપિયા 8,99,270 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પકડાયેલ ભજનલાલ બુધારામ બિશ્નોઈને આ દારૂના જથ્થા તેમજ ભાગી જનાર ઇસમ બાબતે પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભાગી જનારઇસમ વિઠ્ઠલ ઉર્ફે બચુભાઇ (રહે. દહેમી, તા.બોરસદ) નો છે, આ દારૂનો જથ્થો વિઠ્ઠલ ઉર્ફે બચુભાઇ ક્યાથી લાવેલ તેની મને ખબર નથી. હું લુણાવાડાથી ડ્રાઇવર તરીકે આ ગાડીમા આવેલ હતો, આ જથ્થો ક્યા લઇ જવાનો હતો તેની પણ મને ખબર નથી, હું આ વિઠ્ઠલ ઉર્ફે બચુભાઈની સૂચના મુજબ ગાડી ડ્રાઇવીંગ કરતો હોવાનું જણાવ્યું છે. જેના આધારે પોલીસે દારૂના જથ્થા સાથે પકડાયેલા ભજનલાલ બુધારામ બિશ્નોઈ તેમજ ભાગી છુટેલા વિઠ્ઠલ ઉર્ફે બચુભાઇ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!