Surat

તહેવારો પૂર્વે ફૂડ વિભાગ એક્શનમાં આવતા મીઠાઈ વિક્રેતાઓના મનમાં તંત્ર પ્રત્યે કડવાસ

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

આગામી સમયમાં આવી રહેલા તહેવારોને લઈને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)નું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આજે ફૂડ સેફટી ઓફિસરો દ્વારા સુરતમાં અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમિયાન અલગ-અલગ મીઠાઈના નમૂના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે.એવામાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુરત મનપાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.અગાઉ ફૂડ વિભાગે શ્રાવણ માસ નિમિત્તે ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ માવાના પણ નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

Advertisement

એવામાં આજે ફૂડ સેફ્ટી ઑફિસરો દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને શહેરના દરેક ઝોનની અંદર આવેલ જાણીતા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમિયાન મીઠાઈની દુકાનમાંથી અલગ-અલગ મીઠાઈના સેમ્પલ લઈને તેને પૃથ્થુકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ અંગે ફૂડ સેફ્ટી ઑફિસર એસડી સાળુંકેએ જણાવ્યું કે, આગામી સમયમાં રક્ષાબંધન તેમજ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરતમાં આવેલી મીઠાઈની દુકાન પર ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરીને અલગ અલગ મીઠાઈના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરેક ઝોનની અંદર મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમૂના લેવામાં આવ્યા છે. તેમજ રિપોર્ટમાં જો ધારા ધોરણ મુજબ માલૂમ નહી પડે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

Trending

Exit mobile version