Politics

BJPએ જાહેર કરી સ્ટાર પ્રચારોની લિસ્ટ, PM મોદી અને CM યોગી સહિત આ 40 નેતાઓને મળ્યું સ્થાન

Published

on

ભારતીય જનતા પાર્ટી (BJP) એ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં પીએમ મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ તમામ નેતાઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે.

આ નેતાઓને યાદીમાં સ્થાન મળ્યું છે
તમને જણાવી દઈએ કે ભાજપ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં સૌથી પહેલું નામ વડાપ્રધાન મોદીનું છે. આ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નામ સામેલ છે. આ સિવાય કર્ણાટક અને અન્ય રાજ્યોના પાર્ટી નેતાઓને પણ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement
  • બીએસ યેદિયુરપ્પા – કર્ણાટકના પૂર્વ સીએમ
  • નલિન કુમાર કાતિલ – કર્ણાટક બીજેપી અધ્યક્ષ
  • બસવરાજ બોમાઈ – કર્ણાટકના મુખ્યમંત્રી
  • નિર્મલા સીતારમણ – કેન્દ્રીય નાણા મંત્રી
  • પ્રહલાદ જોશી – કેન્દ્રીય મંત્રી
  • સ્મૃતિ ઈરાની – કેન્દ્રીય મંત્રી
  • ધર્મેન્દ્ર પ્રધાન – કેન્દ્રીય મંત્રી
  • મનસુખ માંડવિયા – કેન્દ્રીય મંત્રી
  • ડીવી સદાનંદ ગૌડા- કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ
  • યોગી આદિત્યનાથ – યુપીના મુખ્યમંત્રી
  • શિવરાજ સિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી
  • હિમંતા બિસ્વા સરમા – આસામના મુખ્યમંત્રી
  • દેવેન્દ્ર ફડણવીસ – મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ

જણાવી દઈએ કે કર્ણાટકમાં એક તબક્કામાં 224 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાવાની છે. 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ મતગણતરી થશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 2.6 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 2.5 કરોડ છે.

Trending

Exit mobile version