Dahod
ઝાલોદ ના મહુડી ગામે સંપર્ક થી સમર્થન અંતર્ગત બેઠકો કરતાં ભાજપા નેત્રી વનિતાબેન પારગી.

પંકજ પંડિત
દાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકાના મહુડી ગામે ચોરાફળિયા અને કટારા ફળિયામાં બુથ સંપર્ક અને જનસંવાદના ભાગરુપે ઘર ઘર સંપર્ક કરવામા આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભોથી ગામ લોકોને અવગત કર્યા હતાં, અત્રે એ જણાવવુ જરુરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ના નવ વર્ષના શાસન ને સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના શાસન તરિકે ઉજવી રહ્યા છે.
સંપર્ક થી સંવાદ અંતર્ગત 9090902024 નંબર પર મિસકોલ કરી સૌને આપણા વડાપ્રધાન અને ભાજપા સાથે જોડેયેલા રહેવા મહિલા મોર્ચા મહામંત્રી વનિતાબેન અજીતદેવ પારગીએ અપીલ કરી હતી. આજના આ કાર્યક્રમમા ગામના સરપંચ, સુરમલભાઈ ગરાસીયા. મતનભાઈ કટારા બુથ પ્રમુખો ગામની માતાઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં. મોર્ચા ઉપાધ્યક્ષ સુર્યાબેન સંગાડાનો પણ સહયોગ મળ્યો હતો.