Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લાના ભાજપ નેતાઓ”બે વફા” ભારત માલા ના વિરોધ કરતાં ખેડૂતો થી નેતાઓ છેટા

Published

on

(પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)

કેન્દ્ર સરકાર દ્વારા ભારત માલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ભારતના દરેક રાજ્યમાં એક બીજા સાથે જોડાઈ ને એક ભારત બનશે તેવી સરકારની આ બહુ ચર્ચિત યોજના નો છોટાઉદેપુર વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે. કારણ કે ખેડૂતોને પોતાની મહામૂલી જમીનના કોડીના ભાવ આપવામાં આવી રહ્યા છે.

Advertisement

મંડલવા ગામના સરપંચ ના જણાવ્યા મુજબ આ વિસ્તારની જમીન ભારત માલા પ્રોજેક્ટમાં ૧૫૦ વીઘા જેટલી સંપાદન કરવામાં આવી છે. આ જમીનનું વળતર જંત્રીના ભાવે ચૂકવવાનું સરકાર તરફથી નક્કી કર્યું હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે અન્ય વિસ્તારો અને છોટાઉદેપુર ની સરખામણીમાં સરકાર આદિવાસીઓ સાથે જાણે ઓરમાયુ વર્તન રાખી રહ્યું હોય તેમ બીજા જિલ્લાઓ કરતા અહીં વળતર સામાન્ય કહી શકાય તેવું ચૂકવી રહી છે. ખેતી ઉપર નભતા અને જમીનને માં સમજી તેની જાળવણી કરતા પોતાના પરસેવાનું ધાનને પાણી પીવડાવી એમાંથી પાકતું અનાજ પોતાના ઘરમાં ભરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે જો જમીન છીનવાઈ જાય તો આદિવાસીઓને અનાજ પણ વેચાતું લાવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાશે ત્યારે સરકાર દ્વારા ચૂકવવામાં આવતું વળતર એકદમ સામાન્ય છે. સરકાર અન્ય યોજનાઓના લાભો માટે લાખો રૂપિયા ચૂકવે છે જ્યારે બે ટંકનું રોટલો પૂરો પાડવા ખેતરમાં પકવતા અનાજ અને ખેતરનું વળતર ન જીવું મળતા આદિવાસીઓ રોડ ઉપર આવી જશે જમીનના ભાવ આસમાને છે ઉદ્યોગો જમીનોના કરોડો રૂપિયા ચૂકવે છે ત્યારે આદિવાસીઓ સાથે આવો અન્યાય કેમ ? સુરત સહિતના કેટલાક જિલ્લાઓમાં આ પ્રોજેક્ટનો વિરોધ કરતા દશ ઘણું વળતર આપવાની જાહેરાત કરી હતી અને તેમને આપવામાં પણ આવ્યું હતું તો આદિવાસીઓ સાથે આવુ ઓરમાયુ વર્તન કેમ ?

પોતાના જિલ્લાનો વિકાસ થાય તે માટે આ પંથકની આદિવાસી પ્રજાએ પોતાના મતથી ભાજપની પેટીઓ છલકાવી દીધી હતી. ત્યારે સ્થાનિક નેતાઓ આદિવાસી સમાજની સમસ્યા સરકાર સુધી પહોંચાડશે તેવી આશા ઠગારી નીવડી હતી. ખેડૂતોએ ભારત માલા પ્રોજેક્ટ વિરુદ્ધ દેખાવ કર્યા પરંતુ સ્થાનિક નેતાઓ આ બાજુ ફરક્યા પણ નહીં કે તેમને પુછવાની દરકાર પણ લીધી નથી ત્યારે ભાજપના રંગે રંગાયેલા નેતાઓ જાને સરકાર સાથે ભળી પ્રજાને ઓળખતા ન હોવાનું ડોળ કરે છે.

Advertisement

સ્થાનિક ખેડૂતોએ આ વિસ્તારના ધારાસભ્યને આ બાબતે ટેલીફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે એમાં અમારું કઈ ચાલે તેમ નથી અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના રાજમાં છોટાઉદેપુર માંથી પાડેલી બુમ દિલ્હી સંભળાતી હતી પરંતુ હાલમાં તમામ ધારાસભ્ય અને સંસદ ભાજપના જ છે છતાં પણ તેમનો અવાજ દિલ્હી તો શું ગામની ભાગોળ સુધી પણ પહોંચતો નથી તો આવા નેતાઓ શું કામના ?
આગામી સમયમાં આદિવાસી ખેડૂતો દ્વારા વળતર તેમજ અન્ય મુદ્દે મોટું આંદોલન કરશે અને પોતાનો હક મેળવીને જ રહેશે એક સમાન વળતર આપો કે પછી જમીન પાછી આપોને માગણી સાથે આગામી સમયે આદિવાસીઓનું જન આંદોલન થશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે

1)પ્રજાના મતે ચૂંટાયેલા અને ભાજપના રંગે રંગાયેલા નેતાઓ આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે

Advertisement

2)ચૂંટણીની જાહેર સભાઓમાં અમે તમારા જ છે અડધી રાત્રે ફોન કરજો કહેનારા આજે અળખામણા થઈ ગયા અને દિવસે પણ ફોન ઉપાડતા નથી

3)અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના રાજમાં છોટાઉદેપુર માંથી પાડેલી બુમ દિલ્હી સંભળાતી હતી પરંતુ હાલમાં તમામ ધારાસભ્ય અને સંસદ ભાજપના જ છે છતાં પણ તેમનો અવાજ દિલ્હી તો શું ગામની ભાગોળ સુધી પણ પહોંચતો નથી તો આવા નેતાઓ શું કામના ?

Advertisement

* લોકો માં ધારાસભ્ય, સાંસદ અને સરપંચો વિરુદ્ધ ભભૂક્તો ગુસ્સો આગામી ચુંટણી માં બતાવી દેવા ની તૈયારીઓ

Advertisement

Trending

Exit mobile version