Politics
ભાજપના સાંસદ હરદ્વાર દુબેનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ હરદ્વાર દુબેનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર પ્રાંશુ દુબેએ જણાવ્યું કે રવિવારે તેઓ બિલકુલ ઠીક હતા. અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદના આધારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં થોડી વાર પછી શ્વાસ થંભી ગયો.
જણાવી દઈએ કે વર્ષ 2020માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. આ પહેલા તેઓ યુપીની કલ્યાણ સિંહ સરકારમાં નાણા રાજ્યમંત્રી પણ હતા. હરદ્વાર દુબે સંઘના જૂના પ્રચારક હતા. ભાજપના સક્રિય રાજકારણમાં જોડાતા પહેલા તેઓ સીતાપુર, અયોધ્યા અને શાહજહાંપુરમાં આરએસએસના જિલ્લા પ્રચારક હતા.
બલિયા જન્મસ્થળ પછી આગ્રા કાર્યસ્થળ
મૂળ બલિયાના રહેવાસી હરદ્વાર દુબે લાંબા સમયથી આગ્રાના રાજકારણમાં સક્રિય હતા. તેઓ વર્ષ 1969માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠન મંત્રી તરીકે આગ્રા આવ્યા હતા. ત્યારથી તેઓ અહીં રાજકારણમાં જોડાયા. વર્ષ 1989 માં, તેઓ આગ્રા કેન્ટોનમેન્ટમાંથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી 1991માં પણ જીત મેળવી હતી. કલ્યાણ સિંહની સરકારમાં નાણા રાજ્યમંત્રી બનાવ્યા, પરંતુ વર્ષ 2005માં ખેરાગઢ વિધાનસભાથી પેટાચૂંટણી લડ્યા, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.