National
ભાજપ ના સાંસદનો ભાજપ ને સવાલ :ઘર કા ભેદી લંકા ઢાએ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
શિસ્ત બંધ પાર્ટીનો હુકાર કરતી ભાજપના સાંસદ અને ધારાસભ્ય દ્વારા પણ હવે જાહેરમાં અને પાર્ટી મીટીંગમાં લોક પ્રશ્નો અંગે સરકારને અને તેના વિભાગોને આડે હાથે લઇ પોલ ખોલવા માંડ્યા છે પરંતુ કારણ ગમે તે હોય આવા બનાવો કર્ણાટક વિધાનસભાના વિપરીત પરિણામો બાદ સપાટી પર આવવા માંડ્યા છે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા કરોડો રૂપિયાનું જલશે નલ યોજનાનું કૌભાંડ બહાર લાવવા માં સફળ થયા બાદ ગતરોજ સ્થાયી પરામર્સ સમિતિની બેઠકમાં ધારાસભ્ય અને સાંસદ દ્વારા ખેડૂતોને દિવસે વીજળી ક્યારથી મળશે નો સવાલ કરતા વીજ વિભાગ દ્વારા નત મસ્તકે જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે બે વર્ષનો સમય જશે આ ઉપરાંત ભાજપાના જ સભ્યો દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા કે વીજ વિભાગ દ્વારા મકાન ખરીદનાર વીજ વિભાગમાં પોતાનું નામ ફેરફાર કરાવવા માટે જાય છે ત્યારે વીજ વિભાગ દ્વારા ડિપોઝિટ ભરાવવામાં આવે છે ખરેખર મકાન વેચનાર દ્વારા જ્યારે લાઈટ કનેક્શન લીધું તે વખતે તે મીટર માટે ડિપોઝિટ ભરેલી હોય છે એક જ મીટર માટે પુનઃ ફરી ડિપોઝિટ ભરાવે તે યોગ્ય નથી આ અંગે પણ વીજ વિભાગ દ્વારા યોગ્ય થાય તેવું વિચારવું જોઈએ.
આ ઉપરાંત સોલાર થી વીજળી ઉત્પન્ન કરનાર મકાન માલિકોને શરૂઆતમાં પ્રતિ યુનિટે ચાર રૂપિયા રિબેટ આપવામાં આવતું હતું બાદમાં તે ત્રણ રૂપિયા કરવામાં આવ્યું અને અત્યારે પ્રતિ યુનિટે માત્ર બે રૂપિયાને 25 પૈસા આપવામાં આવે છે સામે દર વર્ષે વપરાશના યુનિટોમાં વધારો કરવામાં આવે છે અને સોલાર દ્વારા ઉત્પન્ન થતી વીજળી ના દરમાં રિબેટ આપવામાં પ્રતિ યુનિટ ઘટાડો કરવામાં આવે છે ત્યારબાદ વીજ કંપની દ્વારા ખાનગી માલિકીની જગ્યાઓમાં જ્યાં પણ થાભલા ઉભા કરે છે તેની કોઈ ખાનગી માલિકો પાસે પરવાનગી લેવામાં આવતી નથી ભવિષ્યમાં જ્યારે જમીન માલિકને અડચણરૂપ થાય ત્યારે તેને ખસેડવા માટે ની અરજી કરવામાં આવે છે તે વખતે માલિકીની જગ્યાના માલિકને હજારો રૂપિયા ભરાવ્યા બાદ થાંભલો ખસેડવામાં આવે છે અને તે ખસેડવામાં પણ ઘણો લાંબો સમય વીતી જાય છે આવા અવિચારી અને લોકોના ખિસ્સા કાપતા ધંધાઓ કરતા વીજ કંપની પર સરકારે કંટ્રોલ રાખવાની જરૂર છે.