Panchmahal

ભાજપની નો રિપીટ થીયરીમાં ઘોઘંબા તાલુકા પંચાયતમાં છેલૂભાઈ રાઠવાના 15 વર્ષના શાસનનો અંત

Published

on

ઘોઘંબા તાલુકા પંચાયતમાં આજરોજ તાલુકા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી ભાજપે નોરિપીટ થીયરી અપનાવી હતી જેમાં ઘોઘંબા તાલુકાના શિક્ષિત ઉમેદવાર વાકોડ તાલુકા પંચાયતના સદસ્ય હેમંતકુમાર દીપાભાઇ રાઠવા ની પ્રમુખપદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ સાવજીભાઈ રાઠવા ની પસંદગી કરાઇ હતી આ વખતે ભાજપે નો રિપીટ થીયરી અપનાવી હતી.

BJP's noripit theory ends 15-year rule of Hailubhai Ratha in Ghoghamba taluka panchayat

જેમાં છેલ્લા 15 વર્ષથી તાલુકા પંચાયત માં છેલુંભાઈ રાઠવા નુ શાસન હતું ગત ટર્મમાં રંગેશ્વરી બેન રાઠવા પ્રમુખ પદે હતા ત્યારે આ વખતે ભારતીય પંચમહાલની તાલુકા પંચાયતોમાં પરિવર્તન લાવી નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી હતી ઘોઘંબા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છેલુભાઈ રાઠવા સૌના સાથ સૌના વિકાસમાં માનતા હોય આગલે દિવસે ઘોઘંબા ભાજપ મંડળ તથા તાલુકા પંચાયતના સદસ્યોએ પ્રમુખ પદ માટે છેલુભાઈ રાઠવાનું નામ બિનહરીફ મૂક્યું હતું.

Advertisement

BJP's noripit theory ends 15-year rule of Hailubhai Ratha in Ghoghamba taluka panchayat

પરંતુ આજરોજ ભાજપે આપેલા મેન્ડેડમાં યુવાન અને શિક્ષિત ઉમેદવાર હેમંતભાઈ રાઠવા નું નામ પ્રમુખ તરીકે તથા ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ રાઠવા નું નામ નીકળતા ભાજપના આ નિર્ણયને છેલુભાઈ રાઠવા, રંગેશ્વરીબેન રાઠવા તથા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલે ભાજપના નિર્ણયને સર્વોપરી ઘણી નવા પ્રમુખને આવકાર્યા હતા ભાજપની નો રિપીટ થિયરી અને કિસ્મતના સાથે હેમંતભાઈ રાઠવાને પ્રમુખ બનાવ્યા હતા.

આગલા દિવસે છેલુભાઈ રાઠવા ની પ્રમુખ પદે રીપીટ કરવા માટે સૌથી પહેલા રજૂઆત કરનાર હેમંતભાઈ રાઠવાનું આજે પ્રમુખ તરીકે નામ ખુલતા તાલુકાના સદસ્યો તથા ભાજપ હોદ્દેદારોએ વધાવી લઈ નવા પ્રમુખ તથા ઉપપ્રમુખ અને ફૂલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી ભવ્ય સ્વાગત કર્યું હતું

Advertisement

Trending

Exit mobile version