Gujarat

વિધવા થયા બાદ મિત્ર સાથે કરેલા પાપ છુપાવવા નવજાત શિશુને ત્યજી દેનાર માતા સામે ફિટકાર

Published

on

(ગોધરા)

મહીસાગર જિલ્લાના મલેકપુર ગામે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે લુણાવાડા હોસ્પિટલમાં ખસેડી પોલીસે નવજાતને તરછોડી દેનારી માતાની શોધખોળ હાથ ધરી હતી. આ નવજાત શિશુને જન્મ આપ્યા બાદ તરછોડી દેવાના ચકચાર ભર્યા લાગણી સભર આ બનાવ સંદર્ભ માં લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઇ જે.એસ.વળવી ની ટીમ દ્વારા અલગ અલગ તપાસ ટીમો બનાવીને ખાનગી રાહે હાથ ધરવામાં આવેલ તપાસોમાં કડાણા તાલુકાનાં એક ગામની નિરાધાર મહિલાએ પોતાની કૂખે થી જન્મેલા નવજાત શિશુને લઈને સમાજમાં બદનામી થશે ના ડર ના પગલે આ નવજાત શિશુને મિત્ર લાલાભાઈ અમરાભાઈ પગી ની મદદ થી આ નવજાત શિશુને મલેકપુર ગામે આવેલા પેટ્રોલપંપ પાસેના ખેતરમાં ત્યજી દીધુ હોવાનુ જાણવા મળતા પોલીસ તંત્રની  ટીમોએ નવજાત શિશુને જન્મ આપનાર માતા તથા મિત્ર લાલાભાઈ પગી ને ઝડપી પાડીને સમગ્ર બનાવનો ભેદ ઉકેલ્યો હતો

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 1 નવેમ્બર 2024 ના રોજ મલેકપુર ગામે આવેલ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ પાસેના ડાંગરના ખેતરમાં ઇલેક્ટ્રિક ડીપીના જૂના ખુલ્લા બોક્ષમાં નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું આથી સ્થાનિક પોલીસને જાણ કરાતા તુરંત પોલીસ ટીમ દોડી ગઈ હતી પોલીસે સ્થળ પરથી તરછોડી દેવાયેલા નવજાત શિશુ નો કબજો સંભાળી તેને તુરંત સારવાર અર્થે લુણાવાડા હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું જ્યારે નવજાત બાળકને ત્યજી દીધાનું અનુમાન દર્શાવી પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તેની શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા આ બનાવે મલેકપુર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી બીજી બાજુ નવજાત શિશુને તરછોડી દેનાર સામે ચોમેર ફિટકાર લાગણી વરસી હતી. તેવામાં લુણાવાડા તાલુકા પોલીસે ખાનગી રાહે બાતમી મેળવી નવજાત શિશુંના માતાની શોધખોળ હાથ લાગી છે

માતાને પ્રસૂતિ દરમિયાન દીકરાનો જન્મ થયેલ જે નવજાત શિશુને તેના મિત્ર લાલા અમરા પગીને ત્યજી દેવા આપેલ હતું પોલીસે શિશુની માતા અને તેના મિત્ર લાલા અમરા પગી ઉંમર વર્ષ 27 રહેવાસી બુચાવાડા, આમલા ફળિયું તા.કડાણા, જી. મહીસાગરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version