Ahmedabad
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ ભારતના વડાપ્રધાનને

આજે જેઠ સુદ તૃતીયા – મહારાણા પ્રતાપ જન્મ જયંતીની સલુણી સંધ્યાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તૃતીય વખત ભારતના પ્રથમ સેવક – વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તેઓશ્રીને શુભાશિષ પાઠવ્યા હતા. ભારત રાષ્ટ્ર વિશ્વ ગુરુ બને અને સમગ્ર વિશ્વમાં સુખ અને શાંતિ સ્થપાય.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી