Panchmahal
ઘોઘંબા યુવા મોર્ચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ગોધરા રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઘોઘંબા તાલુકા મથકે રિવા ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે ઘોઘંબા યુવા મોર્ચા દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ
અકસ્માત, સુવાવડ ઈમરજન્સી કેસો અને વધતી જતી બિમારીઓ ના કારણે બ્લડની અવાર નવાર જરૂર પડતી હોય છે ત્યારે વિવિધ બ્લડ બેંકો દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવે છે. સમાજના વિરલ દાતાઓ દ્વારા બ્લડનુ દાન કરવામાં આવે છે, જે રક્ત જરૂરિયાત લોકો ને આપતા અસંખ્ય જીવોની જિંદગી બચાવી લેવામાં આવે છે. ઘોઘંબા યુવા મોર્ચા દ્વારા આવાજ શુભ આશય સાથે રક્તદાન કેમ્પ નુ આયોજન કર્યું હતું
જેમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ગુણવંતસિંહ ગોહિલ, ભીખાભાઈ સોલંકી, નિલેશભાઈ વરીયા, ભાજપ યુવા મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર, જયપાલસિંહ રાઠોડ, સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સૌ સાથે મળી સમાજસેવાની ઉત્તમ કામગીરી કરવા બદલ રિવા હોસ્પિટલના સમગ્ર સ્ટાફને તથા રેડ ક્રોસ સોસાયટી ગોધરાને ધારાસભ્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કેમ્પ પચાસ થી વધુ યુનિટ એકત્ર થયા હતા