Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં તા-૩૦-૧-૨૩ થી૧૩-૨-૨૩ સુધી રકતપિત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લામાં હાલ 95 રકતપિત ના પેશન્ટ સારવાર હેઠળ છે. તાલુકા તેમજ ગામ લેવલે ગામ સભા ઓ નુ આયોજન કરવામાં આવેલ છે. રકતપિત શરીર ના કોઈ પણ ભાગ મા ઓછું ઝાખું અથવા રતાશ પડતુ સંવેદના વિનાનું ચાઠું તેમજ જ્ઞાનતંતુ ઓ જાડા થવા તથાં તેમા દુખાવો. હાથ પગમા બહેરાશ વિકૂતિ આવવા જેવા લક્ષણો જણાય તો રકતપિત હોઇ શકે છે.
રકતપિત ની સારવાર દરેક સરકારી દવાખાને. સામુહિક આરોગ્ય કેન્દ્. પાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે.આ અભિયાન દરમિયાન પત્રિકાઓ વિતરણ. ભવાઈ. નાટક. ભીંતચિત્રો. રકતપિત પ્રતિજ્ઞા તેમજ વિવિધ પ્રવૃત્તિ ઓ સાથે જનજાગૃતિ ના કાયૅક્રમો કરવામાં આવશે તેમ જિલ્લા રકતપિત અધિકારી ડો. હિરેન ગોહિલ જણાવ્યું હતું.