Chhota Udepur
દીપડાના હુમલા થતા જવાબદાર ત્રણ વન અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની બોડેલી વકીલ મંડળની માંગ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વારંવાર દીપડાના હુમલા થતાં બાળકના પિતાએ જવાબદાર અધિકારીઓ પર પગલાં ભરવા બોડેલી બાર એસોશિયન પ્રમુખ લલિતચંદ્ર રોહિત સહિત બાર સભ્યો સાથે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર આપવામાં આવ્યું હતું.વન વિભાગના ડી.એફ.ઓ., આર.એફ.ઓ.બીટગાર્ડ સામે ફોજદારી રાહે ઇ.પી.કો.304(અ) ફોરેસ્ટ એકટની કલમ 3(ખ) મુજબ ગુનો નોંધી ત્રણે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાતા ખળભળાટ મચી ગયો છે. તા ૨૯ જાન્યુઆરી એ અલ્પેશ રમેશભાઈ બારીયા તેમની પત્નિ અને બે બાળકો સાથે પોતાના ખેતર માં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક દીપડા એ બે વર્ષ ના માસુમ બાળક સાહીલ ને જડબા ના ભાગે પકડી જતો રહેતા હાજર પતિ પત્નિ એ બુમા બુમ કરતા દીપડો બાળક ને લોહી લુહાણ હાલત માં મકાઈ ના ખેતર માં નાસી જતા માસુમ સાહીલ નું મોત થયું
છોટાઉદેપુર જિલ્લા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, તેમજ આર એફ ઓ, બીટ ગાર્ડ એ દીપડા ને પકડવા ના કોઈ નક્કર પગલાં ન લેવાતા તા ૩ ફેબ્રુઆરી એ ઘોળીવાવ ખાતે ખેતર માં રમી રહેલા માસુમ બાળક પર દીપડા નો જાન લેવા હુમલો કરાતા માસુમ બાળક નું સારવાર દરમિયાન મોત થયું હતું જબુગામ ખાતે પણ વિસ દિવસ પેહલા વાછરડા પર દીપડા નો હુમલો કરવામાં આવ્યો હતો વાછરડા નું મરણ થયેલ હતું અવાર નવાર દીપડા ના હુમલા થવા છતાં જવાદાર અધિકારી ઓ એ દીપડા ને પકડવાના નક્કર પગલાં ભરાતા માસુમ બાળકો ના મોત થતાં અલ્પેશ ભાઈ રમેશભાઈ બારીયા એ બોડેલી પોલિસ સ્ટેશન માં જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા બોડેલી બાર એસોસિએશનની મદદથી ફરિયાદપત્ર આપ્યું હતું.આ અંગે પોલીસે ઘટતી કાર્યવાહી કરતા ફરિયાદીનો જવાબ લેવા આવતીકાલે બોલાવેલ છે.વન અધિકારીઓ સામે આ પ્રકારનો રોષ અને કાર્યવાહી કરાતા બોડેલી પંથકમાં ઠેર ઠેર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.વન કર્મચારીઓની નાકામીઓ છુપાવવા અથાડ પ્રવૃત્તિઓ પણ શરૂ કરી લોકોનું ધ્યાન બીજે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે.દીપડાઓ જેવા વન્ય પ્રાણીઓથી માનવજાતને સુરક્ષા પુરી પાડવામાં જેઓ ફેઈલ ગયા છે તેવા કર્મચારીઓ સામે કડક હાથે કાર્યવાહીઓ કેમ થતી નથી? તેવા આ પંથકના નાગરિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.