Chhota Udepur
બોડેલી સંકલ્પ યાત્રા: વિકસિત ભારતની રચના એ સરકારનો સંકલ્પ છે : ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે, ત્યારે બોડેલી તાલુકાના સખાન્દ્રા ગામે સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર આવકારી હતી. મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને વિવિધ રોગોનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણયુક્ત આહારમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું સ્ટોલ્સ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.