Gujarat

બોડેલી કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસ માં બે વર્ષ ની સજા ફટકારવામાં આવી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

બનાવ ની પ્રાપ્ત માહિતી અનુસાર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બોડેલી શાખા ના મેનેજર શાહ દિપક કુમાર રમણલાલ મારફતે આ કામના આરોપી ને લોન આપવામા આવી હતી. આરોપીને ધંધાના વિકાસ માટે નાંણાની જરૂરિયાત હોવાથી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બોડેલી શાખા પાસે લોનની માંગણી કરેલી અને તે અરજી મંજુર કરી રૂા. ૧,૯૯,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ નવાણું હજાર પુરાની લોન તા. ૨૭/૫/૨૦૧૫ ના રોજ આપવામાં આવી હતી અને આરોપી એ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બોડેલીમાં ખાતા નં. ૩૧૪૭૦૬૮૦૦૦૧૭૩ થી ખાતું ખોલાવી રૂા.૧,૯૯,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ નવાણું હજાર પુરાની લોન ઉપાડેલ હતી જે લોન ની રકમ આરોપીએ માસિક હપ્તાથી ભરપાઈ કરવાની હતી પરંતું આરોપી એ સમયસર હપ્તા નહી ભરતાં બેંક ના મેનેજર વારંવાર હપ્તા ના નાંણા વસુલ કરવા માટે આરોપી ને ત્યાં જતા આરોપીએ પોતાના ખાતા નો ચેક નંબર ૬૪૩૬૧૪ એસ. બી. આઈ બોડેલી શાખા નો લખી આપેલો તે ચેક ફરીયાદી દ્રારા આરોપી ના ખાતા માં જમા કરતા

Advertisement

“ અધર રીઝન ફંડ અનસફીસીયન્ટ બેલેંસ “ ના શેરા સાથે પરત ફરતા વકીલ મારફતે નોટીસ આપી ને બોડેલી કોર્ટ મા બેંક ના વકીલ લલિતચંદ્ર ઝેડ રોહિત મારફતે ફરીયાદ દાખલ કરવામા આવી હતી તે ફરીયાદ નામદાર કોર્ટ માં ચાલી જતા બેંક તરફે વકીલ લલિતચંદ્ર ઝેડ રોહિત ની ધારદાર દલીલો માન્ય રાખી નામદાર કોર્ટ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આસુતોસ રાજ પાઠક ની કોર્ટ દ્વારા અંતિમ ઓર્ડર કરવામાં આવતાં આરોપી મહેશભાઈ પ્રહલાદભાઈ વસાવા રહેવાસી પોસ્ટ ઓફિસ પાસે, બોડેલી, તા. બોડેલી, જિ. છોટાઉદેપુર નાઓએ નેગોશીએબલ ઇન્સ્ટુમેંટ એકટની કલમ ૨૫૫(૨) મુજબ શિક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠરાવી બે વર્ષની સાદી કેદ ની સજા કરવાનો હુકમ કરવાનો આદેશ કરવામા આવતા ચેક આપી પૈસા નહી ચૂકવતાં લોકો માં ફફડાટ વ્યા પી ગયો છે. કાયદા મુજબના ઉક્ત ગુના માટે આરોપી એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની જોગવાઈઓ પ્રમાણે સજા કાપવાની રહેશે વધુમાં એવો આદેશ આપવામાં આવ્યો છે

Advertisement

Trending

Exit mobile version