Gujarat

મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા બુટલેગરે અપનાવ્યો નવો કીમીયો, બાતમી હતી તો પણ પોલીસ ગોથે ચડી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

રાજકીય નેતાઓ દ્વારા દારૂબંધીની સુફીયાણી વાતો કરવામાં આવતી હોય છે. ત્યારે બીજી તરફ બુટલેગરો અવનવા કીમીયા અજમાવીને ગુજરાતમાં દારૂની રેલમછેલ કરે છે. બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનાં અવનવા કિમીયા અજમાવતા હોય છે. ત્યારે કોઈ વખત ગાડીમાં ગુપ્ત ખાતું બનાવીને, સીટ નીચ અમુક વખત ખાનુ બનાવીને બુટલેગરો દારૂ લાવતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં આવી રહેલી ઇકો કારની છોટાઉદેપુર એલ.સી.બી પોલીસે પાવીજેતપુરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક ઇકો ગાડીમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ શિહોદ પાસેથી પસાર થનાર છે.

Advertisement

જેને લઇને વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની ઇકો ગાડી આવતા તેને ઊભી રાખી પૂછપરછ કરાતા ઇકો ગાડીની આગળની સીટ નીચે, ગાડીના સ્પીકર ખાનામાં, વચ્ચેના ભાગે પતરું કટ કરીને તેમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂની બોટલો સંતાડી રાખવામાં આવી હતી. આખી ગાડીમાંથી તમામ જગ્યાએથી કુલ ૧૬૪ નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂ. ૪૨,૧૬૦ ઇકો ગાડી, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. ૨,૪૭,૯૬૦ના મુદ્દામાલ સાથે ખેપ મારતાં ઓરસલભાઈ પારસિંગભાઈ રાઠવાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે વિદેશી દારૂ મંગાવનાર કૃષ્ણાભાઈ તેમજ ભરી આપનાર સરકારી દુકાનનો માલીક, ચાંદપુર, મધ્યપ્રદેશને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version