Connect with us

Chhota Udepur

બૂટલેગર કદવાલ પોલીસને જોઈ ભાગ્યો પણ ગાડીનું ટાયર ફાટી જતાં પાંચ લાખના દારૂ સાથે આબાદ ઝડપાયો

Published

on

(પ્રતિનિધિ કાજર બારીયા)

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી દારૂ ભરેલા વાહનોને પકડવામાં સફળતા મેળવી રહી છે.

Advertisement

મળતી માહિતી મુજબ કદવાલ પોલીસ મથકની ટીમ  કદવાલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે કદવાલ પોલીસ મથકના ડી-સ્ટાફ જમાદાર કાળુભાઈ ભરવાડને અંગત બાતમી મળી હતી કે, ભીખાપુરા ગામે રહેતા જયમલસિંહ પૃથ્વીસિંહ ઠાકોર નામના ઈસમે તેની મહીન્દ્રા કંપનીની કારમાં પાચીયાસર ગામે રહેતા પીન્ટુભાઈ રમેશભાઈ કોલી નાઓ પાસેથી દારૂ ભરવામાં આવ્યો છે. અને જોગપુરા (દુમાલા) ગામના રસ્તે થઈ આવનાર છે. જેથી બાતમી મળતા પોલીસની ટીમ ભીખાપુરા બીટ વિસ્તારના ભીખાપુરા ગામેથી જોગપુરા રોડ ઉપર વોચમાં ગોઠવાઇ ગઇ હતી. જ્યારે બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલક જયમલસિંહ પૃથ્વીસિંહ ઠાકોરે કારમાં દારૂ ભર્યો હોવાથી કાર ભગાડી મુકી હતી. જેથી પોલીસે પણ બુટલેગરની દારૂ ભરેલી કાર પકડવા પીછો કર્યો હતો. જેથી તેનો પીછો કરતા તે નજર ચુકાવી ગાડી લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો.

પોલીસે ઉપરોકત નંબરની ગાડીની ભીખાપુરા વિસ્તારમાં શોધખોળ ચાલુ રાખી હતી. તે દરમ્યાન ભીખાપુરા ચોકડી નજીક આ જયમલસિંહ પૃથ્વીસિંહ ઠાકોરનાઓ આવેલ હોવાની હકીકત મળેલ જેથી ભીખાપુરા ચોકડી નજીક જઈ તપાસ કરતા આ જયમલસિંહ નાઓ ત્યા હાજર મળી આવતા તેને ઉપરોકત મહિન્દ્રા કારમાં કાર રજી નંબર- જીજે ૧૬ બી.બી ૩૦૪૫ બાબતે પુછપરછ કરતા તેણે ગલા તલા કરી જવાબ આપતા અને યોગ્ય હકીકત નહી જણાવતા તેને સાથેના હે.કો. સુભાષભાઈ નાઓને સોપી કદવાલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી ભીખાપુરા ગામે ઉપરોકત ગાડીની વોચ તપાસમાં રહ્યા હતા.

Advertisement

તે દરમ્યાન થોડા સમય બાદ મહીન્દ્રા કંપનીની કાર રજી નંબર- જીજે ૧૬.બી.બી ૩૦૪૫ની હકીકત મળેલ કે બાતમી હકીકત વાળી ગાડી ભીખાપુરા ચોકડીથી કંડા રોડ તરફ જાય છે જેથી ગાડીનો પોલીસ ટીમ સાથે પીછો કરતા આ ગાડી કંડા ગામે પટેલ ફળીયા તરફ જવાના રોડ તરફ હંકારી દીધેલ તે દરમ્યાન આ મહીન્દ્રા કંપનીની કારનું  આગળનું ટાયર ફાટી જતા ગાડી ચાલક મહીપતસિંહ પૃથ્વીસિંહ ઠાકોર નાઓ કાર મુકી જંગલ તરફ ભાગી ગયો હતો.

 

Advertisement

જ્યારે પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ગોઆ કંપનીના શીલબંધ કવાટરીયા તથા ૫૦૦ મી.લી.માઉન્ટ ૬૦૦૦ કંપનીના પતરાના ૪ બીયર મળી કુલ નંગ-૨૦૬૦/- કિ.રૂ. ૨.૭૦,૩૦૦ મળી આવી હતી. તથા બીન અધિકૃત રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા ફેરી ” માટે ઉપયોગમાં લીધેલ મહીન્દ્રા કંપનીની કાર કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિમંત રૂ. ૭,૭૦,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.

સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારી

Advertisement

(૧)પોલીસ ઈન્સ્પેકટર બી.એસ. ચૌહાણ (૨) ડી-સ્ટાફ જમાદાર હે.કો. કાળુભાઈ ભરવાડ (૩)હે.કો.સુભાષભાઈ રાઠવા (૪)હે.કો. અર્જુભાઈ રાઠવા (૫) અ.પો.કો. રમેશભાઈ રાઠવા (૬) મનહરભાઈ રાઠવા (૭) વિજયભાઈ ધીરૂભાઈ

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!