Vadodara
બુટલેગરો બેફામ બન્યા જેતપુરપાવી પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારા ત્રણ ઝડપાયા
પ્રતિનિધિ, કાજર બારીયા
જેતપુરપાવી પોલીસ દ્વારા દારૂના દુષણને ડામવા રોજે રોજે રોજ છાપા મારી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જેતપુરપાવી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એચ.આર જેતાવત નાઓએ જુદી જુદી ટિમો બનાવી અને પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત વોચ રાખી રહ્યા હતા. તેમજ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ગઈ કાલ તારીખ ૨૨/૦૬/૨૦૨૩ ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર.જેતાવત નાઓ દ્વારા ઘનિષ્ઠ વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન વડા તલાવ ગામ તરફથી એક સ્વીફ્ટ કાર તથા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ વડે પાઇલોટિંગ કરી રહેલ ઇસમોને પ્રોહી મુદામાલની હેરાફેરી કરતી ચાર મોટર સાયકલ સહિત પોલીસે દારુનો જથ્થો સ્વીફ્ટ કાર, ૪ મોટર સાયકલ અને ૪ મોબાઈલ સહિત કુલ ૬,૪૯,૬૯૬ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પ્રતિબંધિત વિસ્તારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગોસલાભાઈ રાઠવા રહે એકલબારા તા. જી.છોટાઉદેપુર, રાજુભાઈ ઉર્ફે ટકલો ઉર્ફે રાજલા ખીમજીભાઈ રાઠવા રહે ઘોડા આંબા તા.કઠીવાડા, કિશનભાઇ મનજીભાઈ ભૈડિયા રહે ઝડુલી વેલાર ફળીયાને ઝડપી આ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીઓને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
આજે પકડાયેલા દારૂના જથ્થાની કામગીરીમાં જેતપુરપાવી પોલીસ સબ ઇસ્પેક્ટર એચ.આર. જેતાવત નાઓના માગદર્શન માં જેતપુરપાવી પો.સ્ટેશનના અર્જુનસિંહ હઠેસિંહ, ગીગાભાઈ વિહાભાઈ, મિતેશભાઈ જટડાભાઈ, કમલેશભાઈ અમરસિંગભાઈ, હાર્દિકસિંહ મહેન્દ્રસિંહ, પ્રતિપાલસિંહ વનરાજસિંહ, તથા દીપકભાઈ અશોકભાઈ નાઓએ ટિમ વર્ક થી પ્રસંશનિય કામગીરી કરી છે.