Chhota Udepur
એમ્બ્યુલન્સમાં દર્દીની જગ્યાએ દારૂ બુટલેગરોએ હદ કરી
(પ્રતિનિધિ કાજર બારીયા)
છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. જેને લઇને પરપ્રાંતમાંથી અવારનવાર ઘૂસાડવામાં આવતો વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે અને વિદેશી દારૂ ઘૂસાડવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે દારૂ ઘૂસાડવા માટે હવે એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ ચાલું કર્યો છે.
રંગપુર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂ ભરીને લઈ જનાર છે. જેને લઇને રંગપુર પોલીસ સ્ટાફે અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી, રંગપુર પોલીસ વોચ દરમિયાન ચિસાડિયા રેલવે ઓવર બ્રિજ પાસે ઉભા હતા. ત્યારે બાતમી મુજબની એક ઇકો એમ્બ્યુલન્સ નં.GJ-34-H-5410 આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1090 બોટલ જેની કિંમત રૂ.1,46,700 મળી આવી હતી. જેથી રંગપુર પોલીસે વિદેશી દારૂ, એમ્બ્યુલન્સ, મોબાઈલ સાથે એમ્બ્યુલન્સ ચાલક દિલુભાઈ માલસિંગભાઈ રાઠવા, રહે.પટેલ ફળિયા, રોઝવા તા.જિ.છોટા ઉદેપુરને તથા તેની સાથે રહેલા એક બાળ કિશોરને કુલ રૂ. 3,99,700ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.