Kheda
મર્દાની મેડમનુ બુલડોઝર ચાલતા કઠલાલ માં ગેરકાયદેસર દબાણોનો સફાયો
(રઈસ મલેક દ્વારા)
ખેડા જિલ્લાના કઠલાલ ચોકડી પાસેથી પસાર થતાં અમદાવાદ બાલાશિનોર હાઈવે ઉપર દુકાનો, હોટલો અને મોબાઈલ ના શૉરૂમ આગળ દુકાન માલીકો દ્વારા ટ્રાફિક ને નડતર રૂપ દબાણો કરવામાં આવ્યા હતા જે રાહદારીઓ તથા વાહન ચાલકો માટે જોખમરૂપ હતા વર્ષોથી અડીખમ દબાણો દૂર કરવામાં અગાઉ નુ તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું ત્યારબાદ કઠલાલ નગરપાલિકા માં મર્દાની ચીફ ઓફિસર ઉર્મિલા સુનેસરા એ કાર્યભાર સંભાળતાની સાથેજ સપાટો બોલાવી દીધો હતો અને પ્રજા ને મુશ્કેલી ઊભી કરતાં જોખમરૂપ બનેલા દબાણકારોને અગાઉ નોટિસ આપ્યાબાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે JCB વડે ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ક્યાક ખુશી તો ક્યાક વિરોધી માહોલ સર્જાયો હતો
દબાણો તોડવાની સરૂઆત થતાં વેપારીઓ રોડ પર ઉતરી વિરોધ નોંધાવયો હતો તેમજ ચાલુ બઝારની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી. વિરોધ છતાં કઠલાલ પાલિકા ના મહિલા ચીફ ઓફિસર ઉર્મિલા સુનેસરા એ સ્થળ ઉપર ઊભા રહી ગેરકાયદેસર દબાણોનો સફાયો કર્યો હતો
મર્દાની મેડમનુ બુલડોઝર નગરમાં પણ ચાલવાની અફવાએ દબાણકર્તા ઓમા ફફ્ળાટ ફેલાયો હતો
* મર્દાની ચીફઓફિસર ઉર્મિલા સુનેસરા નો સપાટો સેહશરમ રાખ્યા વિના ટ્રાફિક અને પ્રજાની અડચણો દૂર કરી