Gujarat
ખાતર ડેપો માલિક ની દાદાગીરી યુરિયા ની થેલી સાથે દવાની બોટલ ફરજિયાત નો હુકમ
(અનવર અલી સૈયદ)
નડિયાદ તાલુકાના માંગરોલી ગામ ખાતે ખાતર ડેપો ધારક ની મનમાની 2 ખાતરની થેલી સાથે એક દવાની બોટલ ફરજિયાત લેવી પડશે અને જો દવા ની બોટલ નહી લે તો ખાતર મળશે નહી નહિ ફરમાન છોડતા ખેડૂતો માં આક્રોશ ડેપો નુ લાઇસન્સ ધરાવનાર સંચાલક ની દાદાગીરી સામે આવી છે. તાનાશાહી સામે ધરતી નાં તાત લાચાર…
નડિયાદ તાલુકાના મોઘરોલી ગામમાં પ્રધાનમંત્રી કિસાન સમૃધ્ધિ કેન્દ્ર નું બોર્ડ મારીને એગ્રીકલ્ચરની અલગ અલગ બ્રાન્ડની દવાઓ સાથે સાથે ખાતરનો ડેપો પણ ચલાવવામાં આવે છે.
આ ડેપોમાં અલગ અલગ પ્રકારના ખાતર, જેવા કે યુરિયા ખાતર, સલ્ફેટ , ડી,એ,પી , એ,એસ,પી હરેક પ્રકારના ખાતર અને દવાઓ વેચવામાં આવે છે જ્યારે મોઘરોલી ના આજુબાજુ સીમ વિસ્તારમાં રહેતા નાના મોટા ખેડૂતો મોઘરોલી ગામમાં આવેલો ખાતર ડેપોમાં જ્યારે ખેડૂતો ખાતર લેવા જાય છે ત્યારે ડેપો અને દુકાનદાર ખાતર દવા વેચાણ કરવાનું લાયસન્સ પણ ધરાવે છે
સંચાલકે દવા કંપની સાથે સાંઠગાંઠ કરી વધુ નફો કમાવવાની લાલચે તઘલખી ફરમાન છોડયુ હતું કે દવાની બોટલ તમે લેશો તો જ તમને ખાતર આપવામાં આવશે ની ફરજ પાડતા ખેડૂતોએ હલ્લાબોલ કરી પોતાનો વિરોધ નોધાવ્યો હતો
ખેડૂતોએ આ બાબતે પુછ્તા અમે જ્યાંથી ખાતર અને દવાઓ લાવીએ છીએ ત્યાંથી અમને કહેવામાં આવ્યું હતું કે દવા લે તો જ ખાતર આપજો ત્યારે જો આ સૂચના ફર્ટિલાઇઝર કંપની તરફ થી આપવામાં આવી હોય તો આ એક તપાસ નો વિષય છે ખાતર ડેપોના સંચાલક ખેડૂતોને કેમેરા સામે ધાક ધમકી આપવા લાગ્યા હતા.
તમારે ગાંધીનગર જવું હોય તોય જાવ કલેક્ટર ઓફિસ જવું તો પણ જાવ ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરો અમારું કશું બગડી જવાનું નથી ની જાહેર માં ધમકી આપનાર સંચાલક સાથે અધિકારીઓની પણ સંડોવણી હોય અધિકારીઓનાં આશીર્વાદ થી આ બધુ ચાલી રહ્યું હોવાની શંકા ને નકારી સકે નહિ શું અધિકારીઓ વાઇરલ વિડિઓ અને ખેડૂત ની રજૂઆત ને ધ્યાને લઈ કાયદેસરની કાર્યવાહી કરશે ખરા કે પછી “ખાતર પાછળ દિવેલ”