Gujarat
સાવલી કે.જે.આઇ.ટી ચોકડી પાસે MGVCL નો બળી ગયેલો વાયર ચોરાઈ ગયો
સાવલી તાલુકાના કે.જે.આઇ.ટી ચોકડી પાસે MGVCL નો બળી ગયેલો વાયર આશરે ૨૩ હજાર ની કિંમત નો અજાણ્યા ઈસમોએ દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે
સાવલી પોલીસ મથકે ફરિયાદી વિજયભાઈ નગીનભાઈ પ્રજાપતિ રહે વાંકાનેર તા સાવલી ના એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે પોતે સાવલી MGVCL માં લાઈન વર્કનો કોન્ટ્રાક્ટ રાખે છે અને MGVCL દ્વારા મંજૂર કરેલ વિવિધ લાઈનો પાથરે છે સાવલી કે.જે.આઇ.ટી ચોકડી પાસે એસ આર પેટ્રોલ પંપ આવેલ છે જે પેટ્રોલ પંપ પાસે થી પસાર થતી 33 એ જ ઈલેક્ટ્રીક લાઈનના એરિયલ અને અન્ય કેબલ તારીખ 10 /10 ના રોજ બળી ગયા હતા જેથી 100 મીટર જેટલા બળેલા વાયર ઉતારીને તેની જગ્યા એ નવા વાયર નાખ્યા હતા અને બળેલા વાયર પેટ્રોલ પંપ ની સામે આવેલી ખુલ્લી જગ્યામાં બાવડી ની જાળીમાં વરસાદના કારણે પાણી ભરાયેલ હોય ત્યાં જ મૂકી રાખ્યા હતા પરંતુ આજ રોજ તે વાયરો લેવા માટે ગયા હતા તો ૧૦૦ મીટર કેબલ આશરે રૂપિયા ૨૩૦૦૦ ની ચોરી થઈ હોવાનું જણાયું હતું જે બાબતે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદીની ફરિયાદ ના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે