Connect with us

Kheda

અનિયમિતતા ને લઈ પીપલવાડાના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન

Published

on

bus-stop-movement-by-students-of-pipalwada-over-irregularity

અનવરઅલી સૈયદ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા પીપલવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી એસ.ટી.બસની અનિયમિતતાને લઈ સ્થાનિક મુસાફરો તથા બાળકોને સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ તથા સામાજિક કામ થી અવર જવર કરવા મોટે ભાગે એસ ટી બસ નો ઉપયોગ કરેછે પરંતુ છેલ્લા કેટલાય સમય થી રાજાશાહીની જેમ ચાલતું એસ ટી તંત્ર ગ્રામ્ય વિસ્તાર માં બસ ના ધાંધીયા કરવા લાગ્યા છે તેના કારણે સમયસર બસ ના આવતા આખરે ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ દ્વારા પીપલવાડા માં બસ રોકીને આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં હિંમતનગર લાટ થી ડાકોર ના રૂટ ની બસ સતત ત્રણ દિવસથી આવી જ ન હતી મુસાફરો ત્રણ ત્રણ દિવસ બસ ની રાહ જોઈ વીલા મોઢે પરત ફરતા હતા જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ બસ રોકીને આંદોલન કર્યું હતું. અને વિવિધ સૂત્રોચાર સાથે જીએસઆરટીસી ની હાઈ બોલાવી હતી ડાકોર એસટી ડેપો ઉપર જઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હવે જોવાનું એ છેકે સી.એમ કે પી.એમ ના પ્રોગ્રામ માં આગલી રાત્રે પહોચી જતી બસો વિધાર્થીઓ તથા રોજિંદા મુસાફરો માટે સમયસર પહોચસે ખરી ???

Advertisement

bus-stop-movement-by-students-of-pipalwada-over-irregularity

  • બસ ને સમયસર સ્ટેસન લાવવા માટે નાના બાળકોને બસ રોકો આંદોલન કરવું પડે ત્યારે એસ.ટી. તંત્રએ ઠાંકણી પાણી લઈ સુ કરવું જોઇયે તે બાળકો સારી રીતે જાણેછે
  • આમ તે કેવી રીતે ભણશે ગુજરાત ત્રણ દિવસ બાળકોએ બસ ની રાહ જોઈ વીલા મોઢે પરત ફર્યા
  • સી.એમ કે પી.એમ ના પ્રોગ્રામ માં આગલી રાત્રે પહોચી જતી બસો વિધાર્થીઓ તથા રોજિંદા મુસાફરો માટે સમયસર પહોચસે ખરી ???
error: Content is protected !!