Gujarat

જયપુરી લુહાર સમાજનો બિઝનેશ ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો

Published

on

ઇકબાલ લુહાર દ્વારા”અવધ એક્સપ્રેસ”

હિંમતનગરમાં સમસ્ત ભારતના ગુજરાત સહિત અલગઅલગ રાજ્યો માં વસવાટ કરતાં જયપુરી લુહાર સમાજ ના વ્યવસાયિક વિકાસ ની જાગરૂકતા કેળવવા સેમિનાર નું આયોજન કરાયું હતું જેમાં સરકાર ની વિવિધ રોજગાર લક્ષી યોજનાઓ ઓ નો સરળતાથી લાભ લઇ વ્યવસાયિક વિકાસ અને શૈક્ષણિક ક્ષેત્રે પણ વિકાસ અને સંગઠિત થવા જાગૃતિ કેળવવા પ્રયાસ કરાયો હતો મૂળ રાજસ્થાન ના અલગઅલગ વિસ્તાર માંથી વર્ષોપૂર્વ લુહાર સમાજ ના વડવાઓ ભારત ના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત ના અનેક રાજ્યોમાં વ્યવસાય અર્થે વસવાટ કરી ખેતી ઓજાર બનાવી જેતે વિસ્તારમાં જયપુરી લુહાર તરીકે આગવી ઓળખ ઉભી કરી હતી સમયાંતરે આધુનિક ખેત પદ્ધતિ ના કારણે જયપુરી લુહાર સમાજે પણ સમય સાથે તાલમેલ સાથે આધુનિક ખેતી ની મશીનરી નું ઉત્પાદન શરૂ કર્યું હતું

Advertisement

હિંમતનગર માં જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ઇસ્લામભાઈ લુહાર ની અધ્યક્ષતા માં ઉપપ્રમુખ,ઇરફાનભાઈ લુહાર. અને સમગ્ર ટીમ દ્વારા જયપુરી લુહાર સમાજ ના વ્યવસાયિક વિકાસ ના માર્ગદર્શન માટે ના સેમિનાર નું આયોજન કરાયું હતું જેમાં બેન્ક, જિલ્લાઉધોગ કેન્દ્ર, ચાર્ટરએકાઉન્ટન, જીએસટી,જેવા અનેક વિભાગના પ્રતિનિધિઓ દ્વારા સરકાર ની અલગઅલગ વ્યસાયલક્ષી યોજનાઓ નો સરળતાથી લાભ મેળવી પોતાના ધંધાકીય વિકાસ કઈ રીતે મેળવી શકાય નું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રોજગાર સાથે પોતાના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે પણ જાગરૂકતા કેળવી સંઘઠીત થવા મોબાઈલ એપીકેશન લોન્ચ કરાઈ હતી આપ્રસંગે ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ રાજસ્થાન હૈદરાબાદ સહિત ના 300 થી વધુ વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Trending

Exit mobile version