Chhota Udepur
આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનને સફળ બનાવવા યથાશક્તિ આર્થિક સહયોગ કરતા બરોજ ગામના બુઝુર્ગ ફતાભાઇ રાઠવા .
પ્રતિનિધિ, કાજર બારીયા
કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે યોજાનાર આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલનની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સૌ પ્રથમ વખત યોજાનાર સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ને સફળ બનાવવા માટે છોટાઉદેપુર નાં બરોજ ગામનાં વતની પોતાની પાસેનાં (વાવડીયા રૂપિયા) એટલે કે વ્યક્તિગત કમાણી માંથી એકતા મહાસંમેલન માટે પાંચ હજાર એક રૂપિયા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આયોજક સમિતિને આપી અન્ય બીજા લોકોને પણ સહયોગ કરવા ની હાકલ કરી હતી.
ફતાભાઇ રાઠવા ની આ વૈચારીક પહેલને બીરદાવી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આયોજક સમિતિ એ ફતાભાઇ એ આપેલ પાંચ હજાર રૂપિયા નો સહર્ષ સ્વીકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો.