Panchmahal
ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક વિતરણ કરીને વતનનું ઋણ ચુકવ્યુ
ચુલી ગામ પાવીજેતપુર તાલુકાના છેવાડે આવેલું ગામ છે.અહીંથી પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદ શરૂ થાય છે. ત્યારે છેવાડાના વિસ્તારમાં આવેલા ગામમાં બાળકોના માતાપિતા ખેત મજુરી કરી ને પોતાના બાળકોને ભણાવતા હોઈ છે.તે એક માતાપિતા માટે કઠિન હોઈ છે.ત્યારે આવા બાળકોના માતાપિતા ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને અને પોતાના ગામના બાળકો અભ્યાસમાં આગળ વધે તે માટે ગામના યુવાન નિરંજનભાઇ રાઠવા આગળ આવ્યા છે.નિરંજનભાઇ રાઠવા જેઓ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ ચુલી ગામની આ શાળામાં અભ્યાસ કરી ને મોટી પોસ્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે ત્યારે વતનનું ઋણ ચૂકવવા નિરંજનભાઇ રાઠવા ગામમાં આવેલી ૧થી૮ ધોરણ ની શાળા ચુલી ૧ ચુલી ૨ શાળામાં અભ્યાસ કરતા લગભગ ૩૦૦ જેટલા બાળકોને ૧૩૨૦ નોટબુક ની વિતરણ વિનામૂલ્યે કરી વતનનું ઋણ ચૂકવ્યું હતું.
નિરંજનભાઇ રાઠવાની વાત કરવા જઈએ તો તેઓની નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારમાં ચાર બહેનો અને પોતે મળી કુલ પાંચને એમની માતાએ કઠિન પરિસ્થિતિમાં ભણાવ્યા હતા.નસીબજોગે નિરંજનભાઇ રાઠવાને ફોરેસ્ટ માં નોકરી મળી ગઈ આજે નિરંજનભાઇ રાઠવા છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે સાથે સાથે પોતાના વતન ચુલી ગામમાં અનેક લોકો કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી એવા લોકોને અનેક રીતે મદદરૂપ થાય છે. છોટાઉદેપુર જિલ્લામાં દરેક ગામમાં આવા સેવાભાવી યુવાનો હોઈ તો છોટાઉદેપુર જિલ્લામાં બાળકોને ઉચ્ચ અભ્યાસથી વંચીત ના રહી શકે.