Chhota Udepur
જિલ્લાં આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા
બાળ સંરક્ષણ ગૃહ છોટાઉદેપુર ખાતે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આજે બાળ સંરક્ષણ ગૃહ ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તેમજ બાળ સહિત અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર દ્વારા આયોજિત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ માં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા તથા જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા તેમજ જિલ્લા બાળ સુરક્ષા નાં સુરક્ષા અધિકારી ડાયાભાઈ પરમાર , ચિલ્ડ્રન હોમના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ હિનાબેન વણકર વગેરે હાજર રહ્યા હતા. જેમાં બાળ લાભાર્થી ઓ નુ સ્ક્રીનીંગ કરી ને જરુરી ટેસ્ટ કરી જરુરી સારવાર આપવામાં આવી હતી.
કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો જેવા કે જેલ, મહિલા ગૃહો , વ્યસન મુક્તિ કેન્દ્રો,બાળ સંરક્ષણ ગૃહોમાં એક ખાસ ઝૂંબેશ નાં ભાગરૂપે ઈન્ટિગ્રેટેડ વેલનેસ કેમ્પ યોજવા નું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ ૨૧/૧૦/૨૦૨૩ નાં રોજ સબ જેલ છોટાઉદેપુર ખાતે સદર કેમ્પ યોજી ટીબી,એચઆઈવી,એસટીઆઈ, હિપેટાઇટિસ બી’એચસીવી જેવાં રોગો માટે ની તપાસ તથા જરૂરી સારવાર માટે ના કેમ્પ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ તબીબી અઘિકારીઓ ડો.કુલદીપ શર્મા, ડો.ખલીલ સોની, તેમજ આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા, અનીલભાઈ સુતરીયા, ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈધ, ટીબી સુપરવાઈઝર મનહરભાઈ વણકર, સિકલસેલ કાઉન્સિલર અર્જુન રાઠવા,લેબોરેટરી ટેકનિશયન મહેશભાઈ રાઠવા, જયેશભાઇ મકવાણા , હેતલબેન પટેલ તેમજ ફાર્માસિસ્ટ શ્યામ કોલી, એસઆઈ રાજુભાઇ રાઠવા સહિત અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર નાં કર્મચારીઓ સહિત ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.