Panchmahal
ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ અંતર્ગત ઝુંબેશ

ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૧.૦૪.૨૦૨૩ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધા૨ણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે જે આગામી તા.૨૦/૦૪/૨૦૨૩ ગુરુવાર સુધીના સમયગાળા દરમ્યાન હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવા માટેનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
ઉકત કાર્યક્રમ દરમિયાન ફોર્મ નંબર ૬ જે નવા મતદારોની નોંધણી માટે, ફોર્મ નંબર ૬-ક બિન નિવાસી ભારતીય – મતદાર યાદીમાં નામની નોંધણી કરાવવા, ફોર્મ ૬- ખ આધાર લિંક માટે, ફોર્મ નંબર ૭ વ્યક્તિનું નામ મતદારયાદીમાં દાખલ કરવા સામે વાંધો/મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિનું નામ કમી કરવા માટે, ફોર્મ નંબર ૮ વિવિધ સુધારા માટેની અરજી જેમાં રહેઠાણ બદલાયું હોય,વિગતોમાં સુધારા માટે, નવું ઓળખપત્ર માટે, દિવ્યાંગજન તરીકે નોંધ કરાવવા પંચમહાલ જિલ્લાના નાગરિકોને લાભ લેવા જણાવ્યું છે તેમ
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે