Gujarat
સાવલી પંથકની કેનાલો શુકી ભઠ્ઠ, ખેડુતોએ પાણીથી નહિ આંસુથી ખેતર સિંચવુ પડે તેવો ઘાટ
(અવધ એક્સપ્રેસ તા.૨૭)
સાવલી તાલુકા ના ટૂંડાવ પંથકનાં ખેડૂતોને રવીપાક માટે સિંચાઈના પાણીની ખુબજ જરૂર છે એવા સમયે નર્મદા કેનાલનુ પાણી રીપેરીંગ કામના નામે બંધ કરાયું હોવાથી ખેડૂતોનો પાક નષ્ટ થવાના આરે ઊભો છે ખેડૂતોએ ડીઝલ પંપ વડે પાણી સિંચી મહામૂલો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે પાક સુકાઈ તે પહેલા કેનાલોમાં પાણી છોડાય તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે.
સાવલી તાલુકામાં ચાલુ વર્ષે મુશળધાર પાછોતરા વરસાદના પગલે ખેડૂતોને સૌથી વધુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે પોતે વાવેલો પાક ત્રણ ત્રણ વખત વરસાદમાં નષ્ટ થઈ ગયો છતાં ખેડૂતો કડવા ઘૂંટ પી આર્થિક નુકસાની વેઠી, દેવું કરીને પણ નવા રવિપાકની વાવણી કરી છે જેમાં મુખ્યત્વે કપાસ, દિવેલા, તમાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર જેવા પાકોની વાવણી કરાઈ છે સામાન્ય રીતે નવરાત્રીના દિવસોથી ઠંડીની શરૂઆત થઈ જાય છે પરંતુ ચાલુ સાલે આજ દિન સુધી દિવસ ગરમીનો અહેસાસ થાય છે જેના કારણે ખેતરોમાંથી ભેજ ઉડી ગયો છે અને ખેડૂતોએ વાવેલો પાક બળવા લાગ્યો છે પાક ને બચાવા માટે ખેડૂતોએ ફરજિયાત પિયત કરવું પડે તોજ તેમનો પાક બળવાથી બચાવી શકાય છે
સાવલી તાલુકા પંથક મોટા ભાગના ખેડૂતો પાણી માટે કેનાલ ઉપર નભે છે. દશેરા ના દિવસે ઘોડુ ના દોડે તેમ નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા પિયતના સમયે જ રીપેરીંગ કામગીરી લઈને બેસી જતા પાણી વિના કેનાલો સુકી ભઠ્ઠ નજરે પડે છે. મોટા અને સુખી સંપન્ન ખેડુતો પોતાના ટયુબવેલ અને કુવા નુ પાણી મુકી પાકને બચાવે પરંતુ તેમાં પણ આઠ કલાક થ્રી ફેજ લાઈટ મળતી ન હોવાથી ખેતરો સૂકા રહી જાયછે તેથી ના છૂટકે ખેડૂતોએ નદીનાળા અને ગટરોમાં ભરાયેલા વરસાદી પાણી ડીઝલ પંપ ( ડમકી મશીન) વડે ખેંચીને પાક બચાવવાની ફરજ પડી છે. એક પાણી તો બીજી તરફ પ્રાણીઓ જંગલીભૂંડ, નીલગાય તેમજ જીવાત ખેતીનો દાટ વાળી રહી છે. ખેતીને પાણી આપવાના સમયે રિપેરિંગ કામ લઈને બેઠેલા નર્મદા વિભાગ ના નફ્ફટ તંત્ર સામે ખેડુતો માં રોષ જોવા મળી રહ્યો છે રિપેરિંગ કામ પાક તૈયાર થયા પછી પણ થઈ શકે છે ત્યારે સરકારી પગાર ઉપર નભતા નર્મદા કેનાલ ના અધિકારી તથા કર્મચારીઓને ખેડૂતોની તકલીફ સમજાશે ખરી ???