દેશની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે વર્ષ ૨૦૧૮ થી કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. રીસર્ચ ફેલોશિપ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ મળતા...
રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે.સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસીએશન દ્વારા આંતરરાષ્ટ્રીયકક્ષા, રાષ્ટ્રીયકક્ષા અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમા રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસીહજી બારીયા એવોર્ડ માટે અરજી કરેથી પાત્રતા ધરાવતા ખેલાડીને સદર એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે. રાજ્યના સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યની જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને શિષ્યવૃતી માટે રૂ.૨૫૦૦/- અને ગત વર્ષે ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ભાગ લીધેલ હોય તેઓને વૃતિકા ના રૂ.૨૦૦૦/- આપવાની યોજના અમલમાં છે. નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના માટે પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા રમતવીરને માસિક રૂ. ૩૦૦૦/- પેન્શન આપવાની યોજના અમલમાં છે.રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાનની યોજના અંતર્ગત ચાલતા તેમજ નવા શરૂ કરવા અંગે યોજના અમલમાં છે. રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમોનુસાર ચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ ૧.૦૦ લાખ અનુદાન આપવાની યોજના અંતર્ગત અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા વ્યકિત માટે સન્માન રૂપે રૂ.૫૧,૦૦૦/- ની રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે.આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂ.૭૫,૦૦૦/- ની મર્યાદામાં આર્થિક સહાય આપવા અંગેની યોજના યોજના અમલમાં છે જેનો લાભ મેળવવા માંગતા ખેલાડીને આર્થિક સહાય ચુકવવામાં આવે છે. આમ આ ઉકત ક્રમ નં ૧ થી ૭ વાળી યોજનામાંથી લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી સને વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે જે નીચે જણાવેલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ લીંક https://sportsauthority.gujarat.gov.in/ પરથી ઑનલાઈન અરજી આપવાની માટેની યોજના અરજી મંગાવવા અંગે પંચમહાલ જિલ્લામાં જીલ્લા રમતગમત અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ ૩૩(૧), ૩૭(૧)(એફ) અન્વયે શહેર પોલીસ કમિશનરે હુકમ કર્યો છે. વડોદરા શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન...
ખેડુતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતા તથા કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડુત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ ઝોક દાખવે તે માટે...
હાલોલ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા સાધુ સંતોએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નુ પ્રસ્થાન કરાવ્યુ હાલોલ ખાતે જગન્નાથ મહારાજની...
ગળતેશ્વર તાલુકાના તરઘઇયા ગામેથી ગામના જાગૃત નાગરીકનો ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય મુકેશભાઈ પરમારને ફોન આવ્યો કે ઘર નજીક એક મગર આવી ગયો છે. તેમને...
ઠાસરા તાલુકાના વણોતી પગાર કેન્દ્રની મગન ભૂલાના મુવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ – ૨૦૨૪ નિમિત્તે રંજીતકુમાર ,સેક્રેટરી ગુજરાત ઈલેક્ટ્રીકસીટી રેગ્યુ. કમિશન (GERC) ગાંધીનગર ના હસ્તે શાળામાં બાલવાટિકા...
વડોદરા શહેરમાં અષાઢી બીજના દિવસે એટલે કે તા. ૦૭/૦૭/૨૦૨૪ ના રોજ બપોરના ૧ કલાકે હરીનગર, ઈસ્કોન મંદિર તરફથી ભગવાનશ્રી જગન્નાથજીની ૪૩મી રથયાત્રા રેલવે સ્ટેશન ખાતેથી પરંપરાગત માર્ગો...
વડીલ વિસામો ટ્રસ્ટ વડોદરા દ્વારા પોતાની કર્મ ભૂમિનું ઋણ ચૂકવવા આદિવાસી વિસ્તારોમાં સેવાકીય કાર્યો કરે છે. વડોદરાની વિસામો ટ્રસ્ટ સેવાકીય સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાં...
ટીબી ની સારવાર સરકાર તરફથી વિનામૂલ્યે મળે છે પરંતુ દવાઓ ઉપરાંત સારો પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય હોય અને તે માટે સરકાર દ્વારા નિક્ષય મિત્ર નામની...