Surat
સાવધાન… પ્રોટીન અને વિટામિનની દવા લેતા પહેલા ચકાસો..આ શહેરમાંથી પકડાઈ નકલી દવા
સુનિલ ગાંજાવાલા
નકલી વસ્તુઓ પકડવાનો દોર યથાવત રહ્યો છે.નકલી મસાલા,પનીર ને હવે દવા.. સુરત મહાનગરપલિકા દ્વારા દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થ સપ્લિમેન્ટ હવે સલામત નથી.તપાસમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ થયા છે. મહાનગરપલિકાએ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
સુરત મનપા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભેળસેળ માટેની તપાસ કરવામાં આવી રહી છે.પાલિકાના આરોગ્ય વિભાગે શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થ સપ્લિમેન્ટના સેમ્પલ લીધા હતા.ત્યારે મહાનગરપલિકા દ્વારા સુરતના શાહપોર ખાતેના આશિષ મેડીકલ, મગોબની જય અંબે કેમિસ્ટ, બામરોલીની એસ.એચ.કેમિસ્ટની દવાના સેમ્પલ લીધા હતા. જેમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ થયા છે. સેમ્પલ તપાસના રિપોર્ટ બાદ નકલી દવાઓ હોવાનું સામે આવ્યું હતું. આ તમામ વિરુદ્ધ મહાનગરપલિકાએ કાર્યવાહી હાથ ધરી છે.
આ બાદ દવાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન કેલ્સિયમ ટેબ્લેટ, પ્રોટીન અને આર્યન પ્લસના કેપ્સુલમાં ધારાધોરણ અનુસારના પ્રમાણ ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ કેટલાંક સપ્લિમેન્ટમાં યોગ્ય પ્રમાણના બદલે અન્ય વસ્તુઓનું પ્રમાણ હોવાના પણ પૂરાવા મળી આવ્યા હતા. હવે લોકોના તંદુરસ્તી માટે ઉપયોગમાં લેવાતા હેલ્થ સપ્લિમેન્ટમાં જ ભેળસેળની માહિતી સામે આવી છે.