Panchmahal
75 ફૂટ લાંબુ ચિત્ર દોરી વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો
નાલંદા વિદ્યાલય ઘોઘંબાના પટાંગણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં બાળકો આદિવાસી વેશભૂષા ની સાથે સંસ્કૃતિના પ્રતિક રૂપે શસ્ત્રોનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. તેમજ નાના બાળકો દ્વારા માનવ અક્ષરો અંકિત કરી વિશ્વ આદિવાસી દિવસ લખવામાં આવ્યું અને અત્યારે જ્યારે સમગ્ર દેશમાં અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે 75 ફૂટ લાંબા કાગળ ઉપર આદિવાસી ભીતચિત્રો બાળકો દ્વારા રેખાંકિત કરવામાં આવ્યા જેવા કે વારલી પીઠોરા વગેરેને બાળકો દ્વારા રેખાંકિત કરવામાં આવ્યા.
નાલંદા શિક્ષક રાજપુત પ્રિયંકાબેન દ્વારા વિધાર્થીઓને આદીવાસી ચિત્રો દોરવા પ્રેરિત કરવામાં આવ્યા. આ ઉત્સવમાં સહભાગી થવા ઘોઘંબા તાલુકા નાયબ મામલતદાર વિક્રમભાઈ રાઠવા ઉપસ્થિત રહી ને નાલંદાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. અંતે બાળકો અને શિક્ષકો દ્વારા આદિવાસી લોક નૃત્ય કરી આદિવાસી દિવસ મનાવ્યો.