Ahmedabad
શ્રી સ્વામિનારાયણ મંદિર, મુંબઈમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ૫૭ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી…
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી – મુંબઈ અનેક મુમુક્ષુઓનાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મુંબઈ શ્રી ઘનશ્યામ મહારાજના ૫૭ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજને ષોડશોપચારથી પૂજન, અર્ચન, આરતી કરી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો તેમજ શોભાયાત્રા, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ – પોકાર, નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉ. દીપક ઘોષ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મુંબઈ ફાયર બ્રિગેડ, ડૉ. નિરંજનકુમાર ગુપ્ત, એસોસિએટેડ વિથ ઓલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ તથા મહાનુભાવો પધાર્યા હતા.
આ પાવનકારી મૂર્ધન્ય દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે. હતો. આ દિવ્ય અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી