Surat
જાહેરમાં બર્થ ડે ની ઉજવણી કરનારને સુરત પોલીસની ગીફ્ટ:જેલ ના સળીયા પાછળ ધકેલયા
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરત જિલ્લા યુવાનો દ્વારા જાહેર રોડ પર જોખમી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફોરવ્હીલ કાર ઉપર કેક કાપી તેમજ રોડ પર ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા કામરેજ પોલીસે ૮ નબિરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી બર્થ ડે પાર્ટી ઉજવણીનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. નબીરાઓ દ્વારા જાહેરમાં રસ્તાઓ ઉપર ઉજવણી કરવાનું શરૂ કર્યું છે. રસ્તા રોકી લોકોને મુશ્કેલી ઊભી થાય તે રીતે મોડી રાત્રે બર્થેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવી ઉજવણી સામે રોક લગાવવા પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પરંતુ તેમ છતાં જાહેરનામાનો ભંગ કરીને નબીરાઓ આ પ્રકારની ઉજવણી કરતા રહે છે. ફરી એક વખત આવી જ ઉજવણી સુરત જિલ્લામાં નવા બનેલા રીંગરોડ ઉપર નબીરાઓ દ્વારા કરવામાં આવી હતી. કામરેજના ખડસદ ગામની હદમાંથી પસાર થતો નવો બનેલ રીંગ રોડ ઉપર જાહેર રસ્તા પર અન્ય વાહન ચાલકોને જોખમ ઊભું થાય તે રીતે જાહેરમાં બંનેની ઉજવણી કરવામાં આવી હતી.ખડસદગામની સીમમાંથી પસાર થતા અને નવા બનેલા રીંગરોડ પર ચિરાગ માંડાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેના મિત્રોએ જાહેરમાં ગાડીઓ પર કેક ગોઠવી તેમજ લોકોની જીદગી જોખમમાં મુકાઈ તે રીતે ફટકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે કામરેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ૮ લોકોની અટકાયત કરી છે. હજુ 2 લોકો અને ગાડી કબજે લેવાની બાકી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે”. નબીરાઓએ રસ્તો બ્લોક કરી ગાડીઓ રસ્તામાં લોકોને અડચણ રૂપ મૂકી તેમજ જાહેર માર્ગની વચ્ચે ફટકડા ફોડી તેમજ અન્ય લોકોની જિંદગી ભયમાં મુકાઈ તેમ આતશબાજી કરી હતી. આ વિડીયો વાયરલ થતા કામરેજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી 8 લોકોની ધરપકડ કરી હતી.આ ઘટનામાં કામરેજ પોલીસે ચીરાગ કાંતિભાઈ માડાણી, મિતેશ પરેશભાઈ પરમાર, અનીલ અમરૂભાઈ વાળા, શૈલેશભાઈ ભારુભાઈ ડાભી, મનીષ જયસુખભાઈ રાખોલિયા, ઋત્વિક રમેશભાઈ મેર, અંકિતભાઈ જયસુખભાઈ ભુવા, અજય ધરમશીભાઈ ભાલીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે સંતોષ સોહલા અને જયદીપ મકવાણા નામના બે લોકોને પકડવાના હજુ બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.