Panchmahal
હાલોલ માં જય જૂલેલાલના નાદ સાથે ચેટીચંદ ની ઉજવણી
(સુરેન્દ્ર શાહ દ્વારા”અવધ એક્સપ્રેસ”)
હાલોલ સિંધી સમાજ દ્વારા તેઓના ઇષ્ટદેવ ભગવાન જય જૂલેલાલની 1074 મી જન્મ જયંતિ ની ભક્તિ ભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી વહેલી સવારથી જ કંજરી રોડ સ્થિત ઝુલેલાલ ભગવાનના મંદિરે સિંધી સમાજના ભક્તો ની ભીડ જામી હતી પોતાના ઇષ્ટદેવના દર્શન કરી ઉપસ્થિત સિંધી સમાજના લોકો એકબીજાને જય જૂલેલાલ કહી અભિનંદન આપતા હતા દિવાળીનો તહેવાર જેવી રીતે ઉજવવામાં આવે છે
તેવી રીતે સિંધી પંચાયત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી બાદમાં ઝૂલેલાલ ભગવાનની જ્યોત સાથે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જય જૂલેલાલના ગગન વેદી નારાઓથી વાતાવરણ ભરી દીધું હતું સાથો સાથ ઢોલ નગારા ત્રાંસા અને ડીજે ના તાલે સિંધી સમાજના યુવાનો ભાઈઓ અને બહેનો આનંદ પૂર્વક ડાન્સ કરી લોકોને આકર્ષિત કર્યા હતા તદુપરાંત લાઇટિંગ વાળી બગી મા જુલેલાલ ભગવાનની પૂર્ણ કદની છબીને સ્થાપન કરી નગર ચર્યા કરાવી હતી સાથે ચોકલેટનું અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સિંધી સમાજના લોકોમાં તેમના ઇષ્ટદેવના પ્રાગટ્ય મહોત્સવ નું મહત્વ આસ્થા અને ભક્તિને લઈને હાલોલ તથા હાલોલ ની આજુબાજુ માં વસતા સિંધી સમાજના સભ્યોએ સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધા બંધ રાખી ઇષ્ટદેવના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરી હતી બાદમાં રાત્રિના સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંધી પંચાયતના આગેવાનો દ્વારા આ મહોત્સવને સાંગો પાંગ પાર ઉતારવા માટે સખત મહેનત કરી હતી